Movie Review: નૂર

Movie Review

'નૂર'યર 2014માં પાકિસ્તાની જર્નાલિસ્ટ-રાઇટર સબા સૈયદની 'કરાચી યૂ આર કીલિંગ મી' નામની નૉવેલ પર આધારિત છે. મુંબઇની 20 વર્ષની જર્નાલિસ્ટની સ્ટોરીને ફિલ્મ 'નૂર'માં બતાવવામાં આવી છે. આવી જાણીયે કેવી છે આ ફિલ્મ...

 ફિલ્મ: નૂર

ડિરેક્ટર: સુનહિલ સિપ્પી

સ્ટાર કાસ્ટ: સોનાક્ષી સિન્હા, કનન ગિલ, મનીષ ચૌધરી, પૂરબ કોહલી, શિબાની દાંડેકર, સ્મિતા તામ્બેટ

મ્યૂઝિક: અમાલ મલિક

સ્ટોરી:

આ સ્ટોરી મુંબઇમાં રહેતી 28 વર્ષીય જર્નાલિસ્ટ નૂર રૉય ચૌધરી (સોનાક્ષી સિન્હા)ની છે, જે પોતાના પિતાની સાથે રહે છે. નૂરના દોસ્ત ઝારા (શિબાની દાંડેકર) અને સાદ સહગલ (કાનન ગિલ) છે. જે હંમેશા તેની દેખરેખ રાખે છે.  નૂરને ઓલવેઝ રિયાલિટી બેઝ્ડ સ્ટોરીઝ કરવાનું પસંદ હોય છે પરંતુ તેના બૉસ શેખર દાસ(મનીષ ચૌધરી)તેને હંમેશા એન્ટરટેનમેન્ટ સ્ટોરીઝ કરવાનું કહે છે.નૂરને એક દિવસ એક એવા ગેંગની ખબર પડે છે. જે ખૂબ જ મોટું રેકેટ ચાલાવતી હોય છે અને જેમાં શહેરના મોટા લોકો પણ ઇન્વોલ્વ હોય છે. નૂરની આ સ્ટોરી ચોરી થઇ જાય છે ત્યારે અયાન બેનર્જી (પૂરબ કોહલી)ની એન્ટ્રી થાય છે.સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે અને બધું જ બદલાઇ જાય છે. આ સ્ટોરીનો અંત કેવો હશે એ તો ફિલ્મ જોઇને જ જાણ થશે.

ડિરેક્શન:

ફિલ્મનું ડિરેક્શન, લોકેશન્સ અને કેમેરા વર્ક કમાલનું છે. ફિલ્મનું શૂટિંગ સારી રીતે કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. ડાયલોગ્સ સરસ છે. આ ફિલ્મની સ્ટોરી આમ તો ફેમસ નોવેલ પર આધારિત છે પરંતુ જોવામાં નબળી લાગે છે. સ્ટોરીને વધુ મજબૂત તેમજ રસપ્રદ બનાવવાની જરૂર હતી. જર્નાલિસ્ટની લાઇફ પર વધારે રિસર્ચ કરવામાં આવ્યું હોત તો ફિલ્મ વધારે સારી બની શકી હોત.

એકટિંગ:

ફિલ્મમાં સોનાક્ષી સિન્હાએ ખૂબ જ સારૂ પરફોર્મન્સ આપ્યું છે. જે સહજ લાગી રહ્યું છે. આ સાથે જ કનન ગિલ, મનીષ ચૌધરી, પૂરબ કોહલી, શિબાની દાંડેકરનું કામ પણ સારૂ છે. સ્મિતા તામ્બેએ 'માલતી' નો રોલ ખૂબ જ ઉત્તમ રીતે પ્લે કર્યો છે.

મ્યુઝિક:

ફિલ્મનું મ્યૂઝિક સારૂ છે, 'ગુલાબી આંખે' અને 'ઉફ યે નૂર' સોન્ગ્સ સ્ટોરીના ફ્લોમાં આવે છે.

ફિલ્મ જોવી કે નહી?

જો તમે સોનાક્ષી સિન્હાના ફૅન હોવ તો આ ફિલ્મ જરૂરથી એકવખત જોઇ શકાય.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}