'બાહુબલી 2'ની સાથે રિલીઝ થશે 'ટ્યૂબલાઇટ' નું ટીઝર

Bollywood

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી-ધ કન્ક્લૂઝન'ની સાથે સલમાન ખાનની ફિલ્મ 'ટ્યૂબલાઇટ'નું ટીઝર રિલીઝ કરવામાં આવશે. 'ટ્યુબલાઇટ'ના ડિરેક્ટર કબીર ખાને આ વાતની પુષ્ટિ કરી છે.

 

બાહુબલી સિરીઝનો આ સેકન્ડ પાર્ટ બાહુબલી- ધ કન્ક્લૂઝન 28 એપ્રિલે રિલીઝ થશે. પરંતુ લંડનમાં આ ફિલ્મનું પ્રીમિયર એક દિવસ પહેલા કરવામાં આવશે.

સૂત્રોનુસાર 'ટ્યુબલાઇટ'ના મેકર્સ આ નિર્ણય 'બાહુબલી 2'ની પોપ્યુલારિટીની ધ્યાનમાં લઇને લીધો છે. 'ટ્યુબલાઇટ'માં સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે. સલમાન ખાનની આ ફિલ્મ 23 જૂન 2017માં રિલીઝ થશે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}