'પીકૂ' પછી ફરી એકસાથે જોવા મળશે દિપીકા અને ઇરફાન

Bollywood

ફિલ્મ 'પીકૂ'માં દિપીકા પાદુકોણ અને ઇરફાન ખાનની જોડી ફેન્સને ખૂબ જ  પસંદ આવી હતી. દિપીકા અને ઇરફાનના ફેન્સ માટે એક ખુશખબર છે આ બંને સ્ટાર વિશાલ ભારદ્વાજની અપકમિંગ ફિલ્મમાં ફરી એકવખત સાથે જોવા મળશે.

 

વિશાલની આ ફિલ્મમાં દિપીકા જાણીતા ડૉન રાહિમા ખાન ઉર્ફે સપના દીદીના કેરેક્ટરમાં જોવા મળશે અને ઇરફાન એક લોકલ ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે, જેને રાહિમાથી પ્રેમ થઇ જાય છે. હની ત્રેહાનના ડિરેક્શન હેઠળ બનનારી આ ફિલ્મમાં દિપીકાને એક ડૉનના કેરેક્ટરમાં જોવી ખરેખર રસપ્રદ હશે.

ઉલ્લેખનીય છે કે, સપના દીદી પોતાના હસબન્ડની ડેથનો રિવેન્દ લેવા માટે શારજાહમાં એક ક્રિકેટ મેચના સમયે દાઉસની સામે એક ષડયંત્ર રચ્યુ હતુ પરતું તે પોતાના રેચેલા ષડયંત્રને પરિણામ ન હતી આપી શકી અને જ્યારે આ વાતની ખબર દાઉસને પડી હતી ત્યારે તેણે સપનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ફિલ્મનું શૂટિંગ આ યરના એન્ડમાં શરૂ થશે.

વિશાલે એક ઇન્ટરવ્યુ કહ્યું કે, ''આ મારી ફર્સ્ટ ફિલ્મ પહેલાથી હની મારી લાઇફનો પાર્ટ છે. દિપીકા લાંબા સમયથી મને એક તેના માટે એક સ્ક્રિપ્ટ લખવા માટે કહેતી હતી. જ્યારે તેણે સ્ક્રિપ્ટને સાંભળી ત્યારે તેને ખૂબ જ પસંદ આવી હતી.''

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}