સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે રાજકુમાર રાવનો આ લૂક

Bollywood

બોલિવુડના એક્ટર સુંશાત સિંહ રાજપૂત અને કૃતિ સેનનની અપકમિંગ ફિલ્મ 'રાબ્તા'માં નેશનલ એવોર્ડ વિનર એક્ટર રાજકુમાર રાવ એકદમ ડિફરન્ટ લૂકમાં જોવા મળશે. રાજકુમાર પોતાના આ લૂકને લઇને ફરી એકવખત ચર્ચામાં છે.

 

સૂત્રોનુસાર આ ફિલ્મમાં રાજકુમાર રાવ 324 વર્ષના એક વૃદ્ઘની ભૂમિકા ભજવી રહ્યો છે. તાજેતરમાં રાજકુમાર રાવે પોતાના આ લૂક સાથેનો ફોટો સોશ્યલ સાઇટ ટ્વિટર પર શૅર કર્યો હતો.

હાલમાં ફિલ્મ 'રાબ્તા'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતુ, જેમાં રાજકુમાર રાવના પાત્રની એક ઝલક દેખાડવામાં આવી છે. રાજકુમારના આ લૂક માટે ડિરેક્ટર દિનેશ વિઝાને લોસ એન્જલસથી એક ખાસ મેકઅપ આર્ટિસ્ટને બોલાવ્યો હતો. રાજકુમારના આ લૂક આપવા માટે લગભગ 6 કલાકનો સમય લાગતો હતો. સુશાંત અને કૃતિની આ ફિલ્મ 9 જૂને રિલીઝ થશે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}