કાલિકા માતાની તસવીર પોસ્ટ કરવા બદલ કેટી પેરીની આલોચના

Bollywood

પોપ ગાયિકા કેટી પેરીએ  કાલિકા માતાની તસવીર ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી.  અને આ બાબતની ઘણી આલોચના  થઈ હતી.

ચેન્ડ ટૂ રિધમ ગીતની 32 વર્ષીય ગાયિકાએ કાલિકા માતાની તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે કરંટ મૂડ... જોકે ગાયિકાનો આ ફોટો તેના ભારતીય ફોલોઅર્સને ગમ્યો નહોતો. ઘણા બધાએ લખ્યું હતું કે ભારતીય દેવીનું અપમાન ન કરો,તેને મૂડ નહીં કહેવામાં આવે. તમારામાં થોડા મૂલ્યો હોવા જોઈએ. માટે આ તસવીર હટાવી દો.

તો અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે  ગાયિકાએ પોતાનો મૂડ વ્યક્ત કરવા માટે કોઈ ધાર્મિક ફોટાનો ઉપયોગ ન કરવો જોઈએ. ઇન્સ્ટાગ્રામ ઉપર કેટીના એક ફોલોએરે લખ્યું હતું કે   આ હિંદુ સમુદાય માટે  ઘણી અપમાનજનક બાબત છે.   મને નથી ખબર કે  આમ કરવાનો તમારો ઇરાદો શું છે.  

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}