જુઓ શા માટે કરાવી રણવીર સિંહે ચહેરા પર સર્જરી?

Bollywood

બોલિવુડનો એક્ટર રણવીર સિંહ થોડા દિવસો પહેલા સ્વિત્ઝરલેન્ડમાં ખૂબ એન્જોય કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને કેટલાંક ડેડલી સ્ટન્ટ્સ પણ કર્યા હતાં પરંતુ હવે થોડા દિવસો સુધી તેને બેડ રેસ્ટ કરવો પડશે. ખબરો અનુસાર,રણવીરના ચહેરા પર ઇજા થઇ છે. જોકે આ ઇજા વિશે કોઇ જાણકારી મળી નથી. તે શનિવારે એક હોસ્પિટલમાં સર્જરી માટે પહોંચ્યો હતો. તે આશરે 4 વાગ્યે ક્લિનિક પહોંચ્યો હતો અને 7 વાગ્યે ત્યાંથી નીકળી ગયો હતો. તેના ચહેરા પર નાનકડી ઇજા થવાને કારણે તે ઇચ્છે કે જલ્દી ઠીક થઇ જાય જેથી તે પોતાની ફિલ્મ 'પદ્માવતી'નું શૂટિંગ શરૂ કરી શકે.

 

રણવીરે ફોટોગ્રાફર્સથી અંતર બનાવી રાખ્યુ હતુ અને ડોક્ટર તેણે થોડા દિવસો માટે આરામ કરવાનું કહ્યું છે. શનિવારે રણવીર સાંતાક્રુઝમાં જોવા મળ્યો હતો અને તે સમયે તેના ચહેરાને હાથથી કવર કરતો હતો. કદાચ તેના માથા પર પણ ઇજા થઇ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

રણવીર સિંહ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' માં જોવા મળશે. આ ફિલ્મમાં તે અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં તે ખૂબ જ ઇન્ટન્સ લૂકમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે દિપીકા પાદુકોણ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પહેલા રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ સંજય લીલા ભણસાલી સાથે રામલીલા અને બાજીરાવ મસ્તાનીમાં કામ કરી ચુક્યા છે. જ્યારે શાહિદ કપૂર તેમની સાથે પહેલી વાર કામ કરી રહ્યો છે.

 

 

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}