મારા પર મજાક થતી બંધ ન થવી જોઇએ: આલિયા ભટ્ટ

Bollywood

'કૉફી વિથ કરણ'માં આલિયા ભટ્ટના એક ખોટા જવાબને કારણે તેના વિશે ઇન્ટરનેટ પર ટ્રોલ્સ બનાવવા લાગ્યા હતા. જોકે તે એપિસોડને પણ લાંબો સમય વિતી ગયો હોવા છતાં આજે પણ આલિયા ભટ્ટ કેટલીય વખત મજાકનો વિષય બને છે.તાજેતરમાં એક ઇવેન્ટમાં આલિયાએ કહ્યું કે 'તેના પરના ટ્રોલ્સ કયારેય બંધ ન થવા જોઇએ.'

 

એક ઇવેન્ટમાં આલિયા ભટ્ટ કહ્યું કે, 'ઇન્ટેલિજેન્ટ હોવાનું નાટક કરવા કરતાં હું બેવકૂફ જ રહું. દુનિયાને કહેવું કે તમે બધું જાણો છો, તેમા ખૂબ એનર્જી લાગે છે. આ એનર્જીને બચાવવી રાખવામાં આવે તો તેનો ઉપયોગ કઇ શીખવા માટે કરી શકાય છે. 70ના દાયકાના કોઇ સિંગર નથી ખબર તો તેમાં શું ખોટું છે.? જો મારા પર જોક્સ બનવાનું બંધ થઇ જશે તો મને ખરાબ લાગશે. એટલે હું ઇચ્છું છું કે મારા પરના જોક્સ બનવાનું ક્યારેય બંધ ન થાય.'

આલિયાની લાસ્ટ ફિલ્મ 'બદ્રીનાથ કી દૂલ્હનિયા' આ વર્ષની સૌથી મોટી ઓપનર બની છે. આલિયા હવે અયાન મુખર્જીની ફિલ્મ ડ્રૈગનમાં રણબીર કપૂરની સાથે જોવા મળશે. આ ફિલ્મની વાર્તા સુપરહીરો પર આધારિત હશે. ફિલ્મની શૂટિંગ સપ્ટેમ્બરમાં ચાલુ થશે.ત્યાં સુધી આલિયા 6 મહિનાના વેકેશન પર છે.




BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}