બાળકો માટે શાહરૂખ ખાન છોડશે પોતાની ખરાબ આદતો

Bollywood

બોલિવુડનો સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાના બાળકો સાથે વધારે સમય પસાર કરવા માટે સિગારેટ અને દારૂ છોડવાનો પ્લાનિંગ કરી રહ્યો છે.  શાહરૂખ ખાનને એક ઇવેન્ટમાં કહ્યું કે તે એક હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવા વિશે વિચારી રહ્યો છે.

 

આ ઇવેન્ટમાં શાહરૂખ ખાને કહ્યું કે, 'તે પોતાના સૌથી નાના પુત્ર અબરામની સાથે સમય વિતાવી શકતો નથી. 50 વર્ષની ઉંમરમાં એક નાના બાળકના પિતા હોવું એક સારી વાત છે. કારણ કે તે મને ખુશ અને સ્વસ્થ રહેવાની પ્રેરણા આપે છે. આર્યન, સુહાના અને અબરામ સાથે આગામી 20-25 વર્ષ વિતાવવા માટે મારે પોતાને હેલ્ધી રાખવો પડશે.'

શાહરૂખ ખાને કહ્યું કે, 'તે 15 વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતાનું અવસાન થયું હતુ. ત્યારબાદ તેને ખોટી આદતો લાગી ગઇ હતી, તે નથી ઇચ્છતો કે તેના મૃત્યુ બાદ તેના બાળકો કંઇક આવુ કરે અને તે તેના ત્રણેય બાળકોની સાથે ભરપૂર સમય વિતાવવા ઇચ્છે છે.' આ કારણથી શાહરૂખ  સિગારેટ અને દારૂના સેવનને છોડવાનો પ્લાનિંગ કરી રહ્યો છે.



 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}