એશના પિતાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા શાહરૂખ સહિતના સિતારા

Bollywood

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજ રાયનું શનિવારે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં લાંબી બિમારી બાદ નિધન થયું હતું. શનિવારે રાતે વિલે પાર્લે સેવા સંસ્થાન સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અંતિમ સંસ્કારમાં ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે તેનો પતિ અભિષેક બચ્ચન, સસરા અમિતાભ બચ્ચન, કૃણાલ કપૂર, નૈના બચ્ચન, શાહરૂખ ખાન, સોનાલી બેન્દ્રે, ફિલ્મકાર સંજય લીલા ભણશાલી અને આશુતોષ ગોવારીકર જેવા સિતારા સામેલ થયા હતા. પિતાના અંતિમ સંસ્કારમાં ઐશ્વર્યા ભાંગી પડી હતી તેમજ રડી રડીને તેની આંખો પણ લાલચોળ થઇ ગઇ હતી. અભિષેકે એશને મહા મુશ્કેલીએ સંભાળી હતી.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}