feed-image

બોલિવુડની સદાબહાર એક્ટ્રેસ આશા પારેખની બાયોગ્રાફી ટૂંક સમયમાં લોન્ચ થશે અને તેની ખાસ વાત એ છે કે તેને બોલિવુડનાં દબંગ ખાન સલમાન લોન્ચ કરશે.

બોલિવુડની અત્યાર સુધીની સૌથી મોટા બજેટ ફિલ્મ 'મહાભારત' પર બનશે. આ ફિલ્મની ખાસ વાત એ હશે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ભિષ્મ પિતામહના ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ બોલિવુડની અત્યાર સુધીની સૌથી મોટા બજેટની ફિલ્મ છે જેનું બજેટ 700 કરોડ રૂપિયા હશે.

ફેમસ એડ મેકર એનએ શ્રીકુમાર મેનન મહાભારત પર ફિલ્મ 'Randamoozham' બનાવી રહ્યા છે, જેના માટે તેમને અમિતાભ બચ્ચન સાથે ભિષ્મ પિતામહના કેરેક્ટર માટે સંપર્ક કર્યો છે. અત્યાર સુધી બીઆર ચોપડાની ટેલિવિઝન સિરિયલ મહાભારતમાં મુકેશ ખન્ના ભિષ્મ પિતામહના કેરેક્ટરમાં જોવા મળ્યાં હતા. લોકોના મનમાં આજે પણ ભિષ્મ પિતામહના રૂપમાં મુકેશ ખન્નાનો દમદાર અવાજ ગુંજે છે.

સૂત્રોનુસાર ભિષ્મ પિતામહના કેરેક્ટર માટે બિગ બીનો સંપર્ક કરવામાં આવ્યો છે જ્યારે ભીમના રોલ માટે મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર મોહલાલની સાથે વાત કરવામાં આવી રહી છે.

આ ફિલ્મ જ્ઞાનપીઠ એવોર્ડ વિનર લેખક એમટી વાસુદેવ  નાયરની નૉવેલ પર આધારિત છે. મેનનનું કહેવુ છે કે અત્યાર સુધી મહાભારતને કૃષ્ણ અને પાંડવોના પોઇન્ટ ઑફ વ્યુથી બનાવવામાં આવી છે પરંતુ આ ફિલ્મ ભિષ્મ પિતામહના પોઇન્ટ ઑફ વ્યુ પર આધારિત હશે.

ફિલ્મના મેકર્સ આ ફિલ્મને અલગ અલગ ભાષામાં દમદાર કલાકારોની સાથે સોસાયટીમાં મહાભારતને નવા રૂપમાં દેખાડવામાં આવશે. આ ફિલ્મ હિન્દી, મલાયલમ, તામિલ અને તેલુગુ અને અંગ્રેજી ભાષામાં શૂટ કરવામાં આવશે.

શ્રદ્ધા કપૂર આગામી ફિલ્મ હસીનામાં દાઉદની બહેનનું પાત્ર નિભાવી રહી છે. આ ફિલ્મના ડિરેક્ટર અપૂર્વ લાખિયાએ  સિદ્ધાર્થ અને શ્રદ્ધાનો એકસાથે હોય તેવો ફર્સ્ટ લુકને જાહેર કર્યો હતો.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}