કપિલે કર્યો ખુલાસો, 'સુનીલ સાથેની લડાઇ અમારી ફેમિલી મેટર છે, માટે વધારે મજા ન લો'

Television

શનિવારથી એક્ટર-કૉમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેની લડાઇના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે, સુનીલ ગ્રોવર અને ચંદન પ્રભાકરની સાથે કપિલે નશાની હાલતમાં મારપીટ કરી હતી. આ વાતને ત્રણ દિવસ થયા પછી કપિલે પોતાના ફેસબુક પેજ પર આ વાતનો ખુલાસો કરતાં કહ્યુ છે કે 'આ અમારી ફેમિલી મેટર છે, માટે વધારે મજા ના લો.'

 

કપિલે લખ્યું છે કે 'મારા અને સુનીલ વચ્ચેની લડાઇના સમાચાર સાંભળ્યાં. સૌથી પહેલા આ ખબરો આવી ક્યાંથી? આ પ્રકારની ખબર પાછળનો ઇન્ટેશન શું છે? જો મેં સુનીલની સાથે લડાઇ કરી તો કોણે જોઇ? અને આ અંગેની જાણકારી કોણે આપી? શું આ જાણકારી વિશ્વાસ કરવા લાયક છે?  કેટલાક લોકો આ પ્રકારની વાતોની મજા લે છે. અમે લોકો સાથે જમીયે છીએ, સાથે યાત્રા કરીએ છીએ. હું મારા ભાઇને વર્ષમાં એક વાર મળું છું જ્યારે સુનીલને દરરોજ મળું છું. હું સુનીલને પ્રેમ કરું છું, સુનિલનું સન્માન કરું છું. હા મારી તેની સાથે દલીલો થાય છે, પણ અમે નોર્મલ લોકો નથી? પાંચ વર્ષમાં પહેલી વાર હું તેની સામે જોરથી બોલ્યો છું. આટલું તો ચાલે ભાઇ... અમે બેસીને વાત કરીશું કે સમસ્યા ક્યાં છે? હું એક આર્ટિસ્ટ તરીકે તેને ખૂબ જ પ્રેમ કરું છું.'

 કપિલે આગળ લખ્યું કે 'સુનીલ મારા મોટા ભાઇ જેવો છે. દરેક વખતે આટલી નકારાત્મક વાતો કેમ?  હું મીડિયાનું સન્માન કરું છુ. બીજા ઘણાં ગંભીર મામલા છે, જેના પર ફોક્સ કરવાની જરૂર છે. શું મારા અને સુનીલની લડાઇ આટલી મહત્વની છે, અને તે દેશની સુરક્ષાની સાથે સંબધિત છે.? અમે અમારા પરિવાર કરતાં વધારે સમય એકબીજાની સાથે સમય પસાર કરીએ છીએ. આ અમારી ફેમિલી મેટર છે. માટે વધારે મજા ના લો. હવે હું લખતા-લખતા થાકી ગયો છું. હું હવે મારી ફિલ્મ ફિરંગીના ફાઇનલ શેડ્યુલ માટે જઇ રહ્યો છું.  હંમેશા ખુશ રહો અને હસતાં રહો.'

સૂત્રોનુસાર કપિલ શર્મા તેની ટીમના મેંમબર્સની સાથે ઓસ્ટ્રેલિયાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ફ્લાઇટમાં કપિલ અને સુનીલની વચ્ચે વિવાદ થયો હતો અને કપિલે સુનીલને થપ્પડ માર્યો હોવાની વાત પણ સામે આવી હતી.

 

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}