ચાલુ ફ્લાઈટમાં કપિલ શર્માએ કરી સુનીલ ગ્રોવરની પીટાઈ, કહ્યું "તું મારો માત્ર નોકર છે"

Television

કોમેડી કિંગ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે અણબનાવ થતાં હોવાની ખબરો ઘણી વખત આવતી હોય છે. આવામાં ફરી એક વખત આ જોડી વચ્ચે ઝઘડો થયો હોવાના સમાચાર આવ્યાં છે. આજે જ્યારે સવારે જ કપિલ શર્માએ દુનિયા સમક્ષ પોતાની લવલાઈફને જાહેર કરી હતી ત્યારે વધુ એક ખબરે કપિલ શર્માને ચર્ચાનું કેન્દ્ર બનાવી દીધું છે.

 

સૂત્રોનુસાર કપિલ શર્મા અને કૉમેડિયન સુનીલ ગ્રોવરની વચ્ચે ફ્લાઇટમાં ઝઘડો થયો હતો. એક ખબર અનુસાર, કપિલ શર્માની ટીમ ઓસ્ટ્રેલિયાથી દિલ્હી થઇ મુંબઇ આવી રહી હતી. ફ્લાઇટમાં કપિલે ખૂબ પી પીધું હતુ.

ત્યારબાદ કપિલ સુનીલની પાસે જઇને તેની સાથે ગુસ્સેથી વાત કરવા લાગ્યા હતો. એટલું જ નહી કપિલે સુનીલ પર હાથ પણ ઉપાડ્યો હતો. કપિલે સુનીલને કહ્યું કે 'તું છે કોણ? તારો શૉ ફ્લોપ થયો છે.તુ મારો નોકર છે. તે જે ઓસ્ટ્રેલિયામાં જે શો કર્યો હતો તે પણ ફ્લોપ થયો હતો.' આ જોઇને ફ્લાઇટમાં બેઠેલા પેસેન્જર્સ ડરી ગયા હતા અને ઇમરજન્સી લેન્ડિંગ માટે રિકવેસ્ટ કરી હતી પરંતુ કપિલની ટીમ મેમ્બર્સે કપિલને શાંત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી દુ:ખી થઇને સુનીલે કપિલને ટ્વિટર પર અનફૉલો કરી દીધું અને શો છોડવાની તૈયારમાં છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}