feed-image

Top Stories

બોલિવુડના ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરે કેટલાય શો હોસ્ટ કરેલા છે અને રિયાલિટી શોમાં પણ જજ તરીકે જોવા મળે છે કરણે અનુરાગ કશ્યપની ફિલ્મ બોમ્બે વેલ્વેટથી એક્ટિંગની દુનિયામાં પણ એન્ટ્રી કરી લીધી છે. હવે કરણ એક અલગ ભૂમિકામાં જોવા મળશે. જી હા, કરણ સિંગર બની ગયો છે અને તેને પોતાનું ફર્સ્ટ સોન્ગ રેકોર્ડ પણ કરી લીધું છે.

મુંબઇમાં યોજાયેલા એક એવાર્ડ ફંક્શનમાં બોલિવુડનાં મોટાભાગના સેલેબ્સ હાજર રહ્યા હતા. આ એવોર્ડ ફંક્શનમાં દિપીકા પાદુકોણ અને નીતૂ સિંહ એકબીજાની સાથે બેસીને વાતો કરી રહ્યા હતા અને આ બંનેના ફોટોઝ સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઇ રહ્યા છે.

બોલિવુડની અભિનેત્રી દિપીકા પાદુકોણ બોલિવુડની ફિલ્મો પછી ફિલ્માં XXX: the xender cage થી હોલિવુડમાં પણ ફેમસ થઇ ગયી છે. બોલિવુડમાં તેની જેટલી ડિમાન્ડ છે તેટલી જ ડિમાન્ડ હવે હોલિવુડમાં પણ થવા લાગી છે. સૂત્રોનુસાર, દિપીકાએ કહ્યું કે 'તે હોલિવુડની ફિલ્મો કરવા માટે બોલિવુડને નહીં છોડે.'

બોલિવુડના એક્ટેર સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહ ઇરફાન ખાન અને સબા કમરની અપકમિંગ ફિલ્મ 'હિન્દી મીડિયમ'માં સ્કૂલના પ્રિંસિપાલની ભૂમિકામાં જોવા મળશે.

બોલિવૂડનો એક્ટર અક્ષય કુમાર ઘણી વાર વીડિયો અથવા કોઇ મેસજ શૅર કરીને દેશની અમુક ગંભીર સમસ્યાઓ પર ચર્ચા કરતો હોય છે. તાજેરતમાં અક્ષયે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે, જેના માધ્યમથી અક્ષય લોકોને સમજાવાનો પ્રયત્ન કરે છે કે ઘર-ઘરમાં ટોયલેટ હોવું કેમ જરૂરી છે?

 લાંબા સમયથી દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ કોઇ ફિલ્મના ગીતને પોતાનો અવાજ આપ્યો નથી પરંતુ, ઘણાં સમય બાદ તેમણે વિદ્યા બાલનની આગામી ફિલ્મ 'બેગમ જાન' માં ફરી એક વખત તેમનો અવાજ સાંભળવા મળશે.

'NH10' જેવી ફિલ્મને પ્રોડ્યુસ કર્યા પછી અનુષ્કા શર્મા 'ફિલ્લૌરી' લઇને આવી છે. પહેલી ફિલ્મની જેમ જ આ ફિલ્મની સ્ટોરી અને સ્ટારકાસ્ટ એકદમ રસપ્રદ છે. તો આવો જોઇએ કેવી છે આ ફિલ્મ..

આ શુક્રવારે અવિનાશ દાસ દ્વારા ડિરેક્ટ કરેલી તેમ જ સ્વરા ભાસ્કર અને પંકજ ત્રિપાઠી અભિનીત 'અનારકલી ઓફ આરા' રિલીઝ થઈ. બિહારના આરા જિલ્લાની એક ડાન્સરની કહાનીને દર્શાવવામાં આવી છે ત્યારે કરીએ ફિલ્મના રિવ્યૂ પર એક નજર અને જોઈએ કે આ ફિલ્મ દર્શકોને સિનેમા સુધી ખેંચી જાય છે કે નહીં.

સ્ટોરી: બદ્રીનાથને એક ટિપિકલ દુલ્હનની તલાશ છે, જ્યારે વૈદેહી એક સ્વંતત્ર વિચાર ધરાવતી યુવતી છે. શું બંને એકબીજાના હમસફર બની શકશે?

આજકાલ બોલીવૂડમાં સીક્વલનો ટ્રેન્ડ બની ચૂક્યો છે ત્યારે વિપુલ અમૃતલાલ શાહના નિર્માણ અને દેવેન ભોજાનીના નિર્દેશનમાં બનેલી 'કમાન્ડો 2' વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'કમાન્ડો' ની સીકવલ છે.

ફિલ્મ 'રંગૂન' વિશાલ ભારદ્વાજ નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સૈફ અલી ખાન, કંગના રનૌત, શાહિદ કપૂર અને રિચર્ડ મૈકેબએ નિભાવી છે. 'રંગૂન' આઝાદી પહેલાની કહાની છે, જે યુદ્વની પૃષ્ઠભૂમિ પર રચવામાં આવી છે. આ ફિલ્મમાં એક પ્રેમ ત્રિકોણ છે, જે કંગના, સૈફ અને શાહિદ વચ્ચે બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કંગના એક ફિલ્મી અભિનેત્રીના પાત્રમાં છે જ્યારે સૈફ અલી ખાન રુસી બિલમોરિયા નામના એક ફિલ્મ પ્રોડ્યુસરના પાત્રમાં જોવા મળે છે. શાહિદ કપૂર ફિલ્મમાં આઇએનએનો એક સિપાહી બને છે, જે અંગ્રેજોની સેનામાં રહી આઇએનએનું કામ કરે છે.

હિન્દી ફિલ્મોમાં આમ તો અત્યાર સુધી ભારત-પાકિસ્તાનના વૉર પર ઘણી ફિલ્મો બની ચૂકી છે પરંતુ, આ પહેલો મોકો છે જ્યારે બંને દેશોનીની નેવીની વચ્ચે જંગને બતાવામાં આવ્યો છે.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અત્યાર સુધી માત્ર ગુજરાત ટુરિઝમની જાહેરાતમાં જોવા મળતા હતા. પણ હવે તેઓ પહેલી વખત એક ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. સુપ્રિયા પાઠક અને દર્શન જરીવાલા સ્ટારર ફિલ્મ 'કેરી ઓન કેસર' માં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એમ બંને કેમિયો રોલમાં જોવા મળશે.

અમદાવાદના જાણીતા નાટ્યકાર, લેખક અને પ્રોફેસર હસમુખ બારાડીનું 79 વર્ષે શનિવારે નિધન થયું હતું.

તુષાર શુક્લ લિખિત, સૌમિલ-શ્યામલ, આરતી મુનશી, પ્રફુલ દવે, સંજય ઓઝા જેવા અનેક ગુજરાતી કંઠે ગવાયેલું ગીત 'ભાષા મારી ગુજરાતી છે' સાંભળીને તમને જરૂર ગર્વ થશે

કેરી ઓન કેસર ગુજરાતી ફિલ્મમાં  ફિલ્મમાં એક એવા કપલની વાત છે જે ઘણી મોટી ઉંમરે માતા-પિતા બને છે.આ ફિલ્મ 18 નવેમ્બરે સિનેમા ઘરોમાં રજૂ થઈ રહી છે.

'છેલ્લો દિવસ' ફેમ મલહાર ઠાકરની આગામી ફિલ્મ 'પાસપોર્ટ'નું ટ્રેલર થયું લોન્ચ

ગુજરાતી ફિલ્મસ રોજ બરોજ નવા કિર્તીમાન સ્થાપિત કરતી જાય છે ત્યારે વધુ એક સરસ મજાની મ્યુઝિકલ ગુજરાતી ફિલ્મ 'પેલા અઢી અક્ષર'નું મ્યુઝિક તથા ટીઝર લેન્ચ કરવામાં આવ્યું હતું.