યુવતીએ કોમામાં જ આપ્યો બાળકને જન્મ, 4 મહિના બાદ બાળકના સ્પર્શથી હોશમાં આવી માતા

Ajab-Gajab

પૌરાણિક વાર્તાથી દુનિયાના દરેક ગ્રંથોમાં માતા અને પુત્રના સંબંધ વિશે ઘણું બધું લખાયું છે. આ સંબંધોમાં કેટલીય વખત એવા ચમત્કાર થયા છે જેનો વિશ્વાસ મેડિકલ સાયન્સે પણ કરવો પડે છે. તાજેતરમાં આવી જ એક ઘટના આર્જેન્ટીનામાં જોવા મળી હતી.

જ્યાં એક મહિલા ઇજા થવાને કારણે તે કોમામાં જતી રહી હતી. આ દરમિયાન તે માતા પણ બની ગઇ હતી અને તેના 4 મહિનાના બાળકના સ્પર્શથી તે હોંશમાં આવી ગઇ.

ગ્લોબલ ન્યૂઝના જણાવ્યા અનુસાર ગયા વર્ષે નવેમ્બરમાં મહિલા પોલીસ ઓફિસર અમેલિયા બેનન  સહકર્મીઓ સાથે મિશન પર હતી. આ દરમિયાન તે એક દુધટનાનો શિકાર બની હતી. અમેલિયા જે ગાડીમાં જતી હતી તે બેકાબૂ થઈ ગઈ. ગાડીમાં સવાર કરી રહેલા દરેક લોકોને ઇજા પહોંચી હતી. પરંતુ અમેલિયાના માથા પર ઇજા થવાને કારણે તે કોમામાં સરી પડી હતી. ડૉક્ટરોએ જ્યારે ચેકઅપ કર્યુ ત્યારે ખબર પડી કે અમેલિયા પાંચ મહિનાની ગર્ભવતી છે.

ઘટનાના 54 દિવસ બાદ ક્રિસમસના દિવસે અમેલિયાએ દિકરા સેનટીનોને જન્મ આપ્યો હતો, એટલે કે કોમામાં જ અમેલિયાએ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકની મા કોમામાં હોવાને કારણે પરિવારના લોકો ખૂબ જ ઉદાસ હતા.  અંદાજે 4 મહિના બાદ અચાનક સેનટીનોના સ્પર્શથી અમેલિયા હોશમાં આવી ગઈ. જ્યારે અમેલિયા હોંશમાં આવી ત્યારે ડૉક્ટરોને પણ આ વાત પર વિશ્વાસ ન હતો આવ્યો.

આ દરમિયાન સેનટીનોની માસી તથા પરિવારજનો પણ ત્યાં હાજર હતા. તેઓએ અમેલિયા અને સેનટીનોની આ યાદગાર ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}