સાપના ડંખથી થયું હતું મોત, 11 વર્ષ બાદ મદારી બની પરત ફર્યો

Ajab-Gajab

ફિલ્મો અને સીરિયલોમાં કેટલીય વખત બતાવવામાં આવે છે કોઇ વ્યકિતને મૃત સમજીને તેને પાણીમાં ફેંકી દેવામાં આવે છે અને તે જીવતો પરત આવે છે. તાજેતરમાં આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં બની હતી.

 એક છોકરાને સાપ કરડવાને લીધે તેને મૃત સમજીને લોકો તેને નદીમાં વહેવડાવી દીધો હતો. સંજોગોવશાત્ આ છોકરાની એક મદારીએ મદદ કરી હતી. મદારીએ તેના શરીરમાંથી સાપની ઝેર નીકાળીને તેને બચાવી લીધો હતો. જ્યારે 11 વર્ષ પછી છોકરો પોતાના ગામમાં પરત આવ્યો ત્યારે તેને જીવતો જોઇને તેના પરિવારના લોકો ખુશ થઇ ગયા હતા.

મીડિયા રિપોટ્સ અનુસાર વર્ષ 2006ના બુલંદશહેરમાં ખુર્જા કોતવાલી ક્ષેત્રના પિન્નીનગરમાં રહેતા પદમ સિંહના દિકરા દિપકને સાપ ડંખ માર્યો હતો. તે સમયે દિપકની ઉંમર 9 વર્ષની હતી. પરિવારજનોએ દિપકની સારવાર કરાવી હતી પરંતુ ડૉક્ટરો તેને મૃત ઘોષિત કરી દીધો હતો અને દિપકને અવંતિકા દેવી ઘાટ પર ગંગામાં વહેવડાવી દીધો હતો.

જ્યારે 11 વર્ષ પછી દિપક મદારી શ્યામનાથની સાથે ગામમાં સાપને ખેલ બતાવવા પહોંચ્યો હતો ત્યારે દિપકને તેના મોટા ભાઇ રાજુ અને કાકા ખેમાએ ઓળખી લીધો હતો. તે બંને દિપક અને શ્યામનાથને પોતાના ઘરે લઇ ગયા હતા. શ્યામનાથે જણાવ્યું કે 11 વર્ષ પહેલા ગંગા નદીના કિનારે તેણે દિપક મળ્યો હતો અને તેના શરીરમાંથી સાપનું ઝેર નીકાળ્યું પછી તે ઠીક થઇ ગયો હતો. ત્યારબાદ ઘરના લોકોની વિનંતીને કારણે શ્યામનાથે દિપકને તેના પરિવારજનોને સોંપી દીધો હતો.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}