OMG : આ ખેડૂતને વળતર પેટે આખે આખી ટ્રેન સહિત સ્ટેશન આપવાનો કોર્ટે કર્યો આદેશ

Ajab-Gajab

પંજાબમાં એક ચોંકાવનારો અને અવિશ્વસનીય મામલો સામે આવ્યો છે. જ્યાં અદાલત દ્વારા સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસને એક ખેડૂતના નામે કરી દેવામાં આવી છે.

 

સૂત્રોનુસાર આ મામલો લુધિયાણા-ચંદીગઢ ટ્રેક માટે જમીનના વળતરનો છે. 2007માં લુધિયાણા-ચંદીગઢ રેલ્વે ટ્રેક માટે સમરાલા પાસેના કટાણા ગામમાં ખેડૂત સંપૂરણ સિંહની જમીન રેલ્વે તંત્રએ લીધી હતી. જેના પેટે ખેડૂત સંપૂરણ સિંહની વળતરની કિંમત 1.47 કરોડ રૂપિયા જેટલી બનતી હતી પરંતુ તેની સામે રેલ્વેએ માત્ર 42 લાખ રૂપિયા જ ચૂકવ્યા હતા. આખરે સંપૂરણ સિંહે વળતર માટે લુધિયાણા જિલ્લા કોર્ટમાં એડિશનલ જિલ્લા તેમજ સેશન જજની અદાલતના દરવાજા ખખડાવ્યાં હતાં.

સૂત્રોનુસાર 2012માં સંપૂરણ સિંહે કોર્ટમાં કેસ કર્યો હતો. 2015માં આવેલો નિર્ણય તેમના પક્ષમાં હતો અને રેલ્વેએ તેમને વ્યાજની સાથે વળતરની કિંમત આપવાનો આદેશ કર્યો હતો. લાંબા સમય સુધી રેલ્વેએ વળતરની રકમ ચૂકવી ન હોવાથી કોર્ટે સંપૂરણ સિંહના પક્ષમાં સ્ટેશન અને સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ આપવાનો આદેશ આપ્યો હતો.

બુધવારે આ આદેશની સાથે ખેડૂત અને તેમના વકીલ રાકેશ ગાંધી સ્ટેશન પહોંચ્યા હતાં જ્યાં તેમણે ટ્રેનના મોટરમેનને કોર્ટનો આદેશ આપ્યો હતો અને ટ્રેનમાં નોટિસ ચોંટાડવામાં આવી હતી. જો કે સંપૂરણ સિંહે વાસ્તવિકતા તેમ જ મુસાફરોનું ધ્યાન રાખીને ટ્રેનને ન રોકીને જવા દીધી હતી. સંપૂરણ સિંહે કહ્યુ કે જો વળતરની રકમ ન મળી તો રેલ્વેની સંપતિને નીલામી કરવામાં આવશે.

આ મુદ્દે રેલ્વેના સત્તાધીશો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે વળતરની રકમનો કેસ તેમના ધ્યાનમાં આવ્યો છે અને તેના સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત કોર્ટના નિર્ણય પર એવો ટોણો પર મારવામાં આવ્યો હતો કે ફરિયાદી 300 મીટરની ટ્રેન પોતાના ઘરે લઈ જઈ શકવાનો નથી.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}