feed-image

More Stories

થોડા સમય પહેલા એક માણસે ગાયના બચ્ચાને જન્મ આપ્યો હતો તેના ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. તાજેતરમાં થાઇલેન્ડમાં પણ કઇક એવું જ થયુ કે તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

આજકાલ મહિલાઓ પાર્લરમાં માત્ર સુંદર દેખાવવા માટે નથી જતી પરંતુ પોતાની બિઝી લાઇફથી થાકીને રિલેક્સ થવા માટે પણ પાર્લરની વિઝિટ કરતી હોય છે. અત્યાર સુધી તમે પાર્લરમાં અલગ-અલગ મસાજ કરાવવી હશે, પણ જે પાર્લરમાં તમે મસાજ કરાવવા જાઓ અને ત્યાં તમને મશીનની જગ્યાએ અજગર મસાજ આપે તો?

જર્મનીમાં ડ્રેસ્કનમાં આવેલા Haar Mode Team Salonમાં ગરદન પરની મસાજ મશીન અને હાથથી નહિં પરંતુ અજગર કરે છે. આ પાર્લરમાં અજગર પાસેની મસાજના 35 Euros લેવામાં આવે છે, જેમાં 35 મિનિટ સુધી મસાજ આપવામાં આવે છે. આ અજગરનું નામ મોંટી છે. અઠવાડિયામાં બે દિવસ આ મસાજ આપવામાં આવે છે.

અહીંયા આવેલા દરેક કસ્ટમર્સ આ મસાજથી ખુશ થઇને જાય છે. આ પાર્લરમાં આવતી એક મહિલાએ કહ્યું કે 'મોંટીને સારી રીતે ખબર છે કે ગરદન પર કઇ રીતે મસાજ કરવાની છે અને ફરી મસાજ કરાવવા માટે હું પાછી જરૂર આવીશ.'

થોડા દિવસો અગાઉ બિહારમાં એક એવા બાળકનો જન્મ થયો હતો જેને લોકો એલિયન સમજી રહ્યા છે. જન્મના થોડા દિવસોમાં જ તે એક ભયાનક બિમારીથી પિડાય રહ્યો છે. આ બિમારીના કારણે તેનું માથું નાનું અને આંખો મણકા જેવી થઇ ગઇ છે. કેટલાક લોકો આ બાળકને હનુમાનનું સ્વરૂપ માની રહ્યા છે જ્યારે બીજા કેટલાક લોકો તેને એલિયન કહે છે. બાળકનું આ રૂપ જોઇને તેની માતાએ સ્તનપાન કરવાનો ઇન્કાર કર્યો.

તાજેતરમાં એક બાળકી સતત પેટમાં દુ:ખાવો થતો હોવાને કારણે તે જ્યારે હોસ્પિટલ પહોંચી અને ડોક્ટરો તપાસ કરી ત્યારે તેના પેટમાં જે હતું તે જોઇને ડોક્ટરોના હોંશ ઉડી ગયા હતા.

આ ફોટો જોઇને તમે શું વિચારી રહ્યા છો? જી નહીં, ન તો આ ફોટોશૉપનો કમાલ છે ન તો કોઇ ઇલ્યૂજન. ખરેખરમાં આ ચીનના ચોંગકિંગ શહેરમાં 19માં માળે બનાવેલુ રેલ્વે સ્ટેશન છે.

કેનેડામાં રહેનાર જોનાથન પિટર એક જેનેટિક બિમારીથી અસરગ્રસ્ત છે. આ બિમારીને એપીડરમોલાઇસિસ બુલોસા કહેવાય છે. આ બિમારીમાં શરીર પર અજીબ પ્રકારના ચાંદા પડી જાય છે.એટલું જ નહી ચાંદા એટલી હદે વધી જાય છે કે પતંગિયાની પાંખોની જેવી શરીરની પાતળી ચામડી ફાટવા લાગે છે. તે કારણથી તેને 'બટરફ્લાઇ બૉય' કહેવામાં આવે છે.

માણસનું નસીબ ક્યારે બદલાઇ જાય છે તે ક્યારેય કહી શકાતું નથી. આવું જ કાંઇ અમેરિકાના અરકાંસસમાં બન્યું છે. જ્યાં એક 14 વર્ષના કિશોરને પાર્કમાં રમતા રમતા દુર્લભ એવો 7.44 કેરેટનો હીરો મળ્યો હતો. આ હીરો ઘણો કિંમતી મનાય છે.

દુનિયામાં કેટલીક જગ્યાઓ છે, જે ખતરનાક, સુંદર, રહસ્યમય અને અજીબોગરીબ છે. આજે જે જગ્યાની વાત કરવાના છે તે ખૂબ જ ડરામણી છે. જી હા, ઇટલીમાં સિસિલીમાં ધ કૈપ્યુશનિન કૈટકૉમ્સ એક એવી જગ્યા છે, જ્યાં સદીયો પહેલાના લાશોને હજુ સુધી સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમને જાણીને આશ્ચર્ચ થશે 16મી સદીની 8.000 લાશોને આ જગ્યાની દિવાલો પર લટાકવવામાં આવી છે.

આજ કાલ લોકો રૂપિયા કમાવવા માટે જ્યાં 12-12 કલાકો નોકરીઓ કરે છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે લોકો કેવા- કેવા ઉપાય કરીને રૂપિયા કમાય છે. જ્યાં એક આઠ વર્ષની છોકરી ચાર્લી યૂ-ટયૂબથી દર મહિને 76,20,000 રૂપિયા કમાય છે. યૂ-ટયૂબના આ સ્ટાર્સ હોલિવુડના સ્ટાર્સથી પણ વધારે ફેમસ છે.

એક ગામમાં એવી હોસ્પિટલ છે જ્યાં દર્દીઓની બિમારીની સારવાર ભૂત-પ્રેત કરે છે. એ પણ કોઇ દવા અને ઑપરેશન વગર. આ સાંભળીને થોડુ અજીબ લાગશે પણ આ વાત ખરેખર સત્ય છે.

પંજાબમાં એક ચોંકાવનારો અને અવિશ્વસનીય મામલો સામે આવ્યો છે. જ્યાં અદાલત દ્વારા સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસને એક ખેડૂતના નામે કરી દેવામાં આવી છે.

કહેવાય છે, કે 'રામ રાખે તેને કોણ ચાખે' આ કહેવતને યથાર્ત કરી રહેલો આ વીડિયો. આ વીડિયોમાં એક વ્યકિત વીજળીના થાંભલા પર ચઢેલો જોવા મળી રહ્યો છે, જેને અચાનક કરંટ લાગે છે અને ત્યારબાદ જે થાય છે તેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે.100 ફૂટની ઊંચાઈથી પડ્યા પછી પણ તે માત્ર જીવંત નથી પરંતુ સલામત પણ જોવા મળી રહ્યો છે. તો જોઇએ આ વીડિયો.

વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યુ છે કે વીજળીના થાંભલા પર અચનાક આગ લાગે છે. જેના પછી તે વ્યકતિને થાંભલા પરથી પડતા જોઇ શકાય છે. ત્યારબાદ વીડિયોમાં તેણે ચાલતા પણ જોઇ શકાય છે. કેટલાક લોકોઆ વીડિયોને જોઇને કહે છે કે કોઇ 1000 વોલ્ટમા કરંટ અને 100 ફૂટની ઊંચાઈથી પડ્યા પછી પણ કઇ રીતે જીવી શકે છે. આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે. આ વીડિયો કેટલા અંશે સાચો છે તેની માહિતી મળી નથી. આ વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા અત્યારે વાયરલ થઇ રહ્યો છે.