"તો શું તાજમહલમાં યોગી આદિત્યનાથ આવશે તો તેમના પણ કપડાં ઉતારવામાં આવશે?"

India

તાજમહલમાં ભાગવા રંગના રામનામ લખેલા દુપટ્ટા પહેરીને પહોંચેલી વિદેશી મોડલ્સને સુરક્ષા તપાસ દરમિયાન રોકવામાં આવી હતી. સીઆઈએસએફના જવાનોએ દુપટ્ટા ઉતરાવીને બહાર મૂકાવ્યા હતા. બુધવારે બનેલી ઘટનાનો વિરોધ વકર્યો છે. ગુરુવારે ભાજપની યુવા શાખા ભાજપ યુવા મોરચા સહીત હિંદુ જાગરણ મંચ જેવા ઘણાં હિંદુવાદી સંગઠનોએ ભગવા દુપટ્ટા ઉતરાવવાનો વિરોધ કર્યો છે.

આ સંગઠનો દ્વારા શનિવારે ભગવા કપડા પહેરીને તાજમહલમાં ઘૂસવાનું એલાન કરવામાં આવ્યું છે. આગ્રા ભાજપના અધ્યક્ષ વિજય શિવહરેनानाના કહ્યું કે શું ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તાજમહલ આવશે તો તેમના પણ કપડા ઉતારવામાં આવશે?

મહત્વપૂર્ણ છે કે બુધવારે દિલ્હીથી 34 મોડલો ભગવા રંગના રામનામ લખેલા દુપટ્ટા પહેરી તાજમહલ ખાતે આવી હતી. સીઆઈએસએફે તેમને તાજમહલમાં પ્રતિક ચિન્હો અને પૂજાસામગ્રી પર રોક હોવાનું કારણ જણાવીને ભગવા દુપટ્ટા બહાર મૂકવા માટે જણાવ્યું હતું. ગાઈડે તમામ મોડલોને તાજમહલમાં પ્રતિબંધિત સામગ્રીની જાણકારી આપી હતી.

.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}