VIDEO: સુરતમાં પ્રેમ લગ્નમાં યુવતીના અપહરણની વાતો વચ્ચે યુવતીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Surat

સુરતના વેડ રોડ પર માતાએ જ પુત્રીનું અપહરણ કરાવ્યું હોવાની ઘટનાએ ચકચાર જગાવ્યા બાદ આ સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે. માતાએ જ દીકરીનું અપહરણ કર્યાનો આરોપ લાગ્યા બાદ યુવતી અને તેનો પરિવાર મીડિયા સમક્ષ આવ્યો હતો અને તેમણે અપહરણના આરોપને ફગાવી દીધા હતા. આ સમગ્ર ઘટનામાં યુવતીએ ચોંકાવનારો ખુલાસો કરતા તેના પતિ રવિ પર શારીરિક તથા માનસિક ત્રાસના આરોપ સાથે 20 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ કહ્યુ હતું કે, હું મારી મરજીથી મારા ઘરે પાછી આવી છું. મારા સાસરીયામાં ટોર્ચર કરવામાં આવતું હતું. જેના કારણે મે જ મારા માતા-પિતાને અહીંયાથી લઇ જવા માટે કહ્યું હતું.

 

યુવતીએ કર્યા આવા ચોંકાવનારા ખુલાસા...

સુરતમાં રહેતી યુવતીના સાસરામાં જઈ અપહરણ કરવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. માતાએ જ દીકરીનું અપહરણ કર્યાનો આરોપ લાગ્યા બાદ યુવતી અને તેનો પરિવાર મીડિયા સામે આવ્યો છે. તેમણે અપહરણના આરોપને ફગાવી દીધા છે. પીડિતાએ મીડિયા સાથે પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે, મારા પતિ રવિએ શરૂઆતમાં મને સાચવ્યા બાદ માર મારી 20 લાખ રૂપિયાની માંગ કરી હતી, ઉપરાંત રવિએ શારીરિક રીતે પણ ઘણું ટોર્ચર કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. પીડિતાએ એમ પણ કહ્યું કે, હવે હું તેના ઘરે જવા માંગતી નથી અને મારે છૂટું થઇ જવું છે. જો કે, માતા-પિતાએ પોતાનું અપહરણ કર્યાનો પણ યુવતીએ ઇનકાર કર્યો હતો.

 

રવિએ પ્રિન્સી સાથે કર્યા હતા પ્રેમ લગ્ન....

સુરતના સિંગણપોર રોડ પર આવેલા સહજ ઈમ્પેરીયામાં રવિ કણશીયા પોતાના પરિવાર સાથે રહે છે અને પિતા સાથે વેડરોડ ખાતે આવેલી કાપડની દુકાનમાં કામ કરે છે. રવિએ પ્રિન્સી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે. જેના કારણે પ્રિન્સીના પરિવારજનો આ લગ્નની વિરુદ્ધ હતા.

 

 

 

અપહરણની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ..

WATCH VIDEO 

 

જેથી ગત 19 એપ્રિલના રોજ રવિની પત્ની પ્રિન્સીનું તેના માતા-પિતા સહિત 10થી વધુ લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે અપહરણની આ ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. એક વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નમાં પરિવર્તિત થયા બાદ કોર્ટ મેરેજ સાથે મંદિરમાં પણ લગ્ન કરવામાં આવ્યા હતા. પણ યુવતીના પરિવારને ગમ્યું ન હતું. જોકે યુવતીના પરિવાર દ્વારા યુવક અને તેના પરિવારને અવારનવાર ધમકી પણ આપવામાં આવતી હતી. પણ યુવક દ્વારા કોઈ ફરિયાદ કે પગલાં નહીં લેવાતા આ યુવતીના પરિવારના સાત પુરુષ અને ચાર મહિલાઓ રવિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં યુવતી એકલી મળતા તેનું અપહરણ કરીને જતા રહ્યા હતા. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અપહૃત યુવતીની શોધખોળ શરૂ કરી છે. અપહૃત યુવતીના પતિએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

 

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}