AAP ને ઝટકો, EVM ની સાથે વીવીપેટ મશીન જોડવાની અરજી હાઇકોર્ટે ફગાવી

India

હાઇકોર્ટે આમ આદમી પાર્ટીની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં તેમણે એમસીડી ચૂંટણીમાં વૉટિંગ માટે ઇવીએમની સાથે VVPAT મશીન જોડવાની વિંનતી કરી હતી. હાઇકોર્ટે એમ કહીને આમ આદમી પાર્ટીની અરજી ફગાવી દીધી હતી કે, કોર્ટ છેલ્લા સમયમાં આવો નિર્ણય ન આપી શકે. ઉલ્લેખનીય છેકે, 23 એપ્રિલે યોજાનાર નગર નિગમ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ કોઇપણ પ્રકારની ગરબડીથી બચવાની દલીલ કરતા આ અરજી દાખલ કરી હતી.

જસ્ટિસ એ. કે. પાઠકે પોતાના આદેશમાં જણાવ્યું છે કે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રાયલની બીજી અને ત્રીજી પેઢીના મશીનો આખરી સમયે ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી. આના કારણે ચૂંટણીઓ પર પણ અસર પડશે. આ અરજી આમ આદમી પાર્ટી  તરફથી એમસીડી ચૂંટણીમાં ઉમેદવાર તાહિર હુસૈન દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે ક્હ્યુ હતુ કે ઈવીએમ વોટિંગનું જૂનું રૂપ છે અને તેની સાથે છેડછાડ થઈ શકે છે. અરજીને નામંજૂર કરતા હાઈકોર્ટે દિલ્હી રાજ્યના ચૂંટણી પંચને સવાલ કર્યો હતો કે તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા સુબ્રમમણ્ય સ્વામીના મામલામાં કહેવામાં આવેલી વાતને ધ્યાન પર શા માટે રાખી નથી. કોર્ટે આ મામલામાં કહ્યુ હતુ કે આ પ્રકારના મશીનોને તબક્કાવાર ઉપયોગ માટે સામેલ કરવામાં આવે. 

 

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

{loadposition tab-1}
{loadposition tab-2}