બરખા શુક્લા સિંહની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી, રાહુલ ગાંધીના નેતૃત્વ પર ઉઠાવ્યા હતો પ્રશ્ન

India

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠાવનારા બરખા શુક્લા સિંહની પાર્ટીમાંથી 6 વર્ષ માટે હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના આરોપમાં પક્ષમાંથી દરવાજો દેખાડી દેવામાં આવ્યો છે.

 

બરખા શુક્લા સિંહે અજય માકન પર ગેરવર્તુણક કરવાનો અને રાહુલ ગાંધી પર વાત નહીં સાંભળવાનો આરોપ લગાવ્યો હતો. બરખાએ ગુરુવારે દિલ્હી મહિલા કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું અને તેમણે પાર્ટી નહીં છોડવાની વાત કરી હતી.

બરખા સિંહે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાના મામલે કહ્યું હતું કે આ એક હોનારત હશે. મહત્વપૂર્ણ છે કે તાજેતરની એમસીડી ચૂંટણી પહેલા અરવિન્દરસિંહ લવલીએ પણ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડયો હતો.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}