ટ્રમ્પને કારણે થશે ત્રીજું વિશ્વયુદ્ધ, જુઓ ભવિષ્યવાણી કરનાર શખ્સે તારીખ પણ આપી દીધી

World

ટ્રમ્પની રાષ્ટ્રપતિ બનવાની ભવિષ્યવાણી કરી ચૂકેલા વ્યકિતએ કહ્યું કે ત્રીજુ વિશ્વ યુદ્ઘ મે મહિનામાં થશે. ક્લેયરવાયન્સ હોરોસિઓ વિલિયગસ નામના વ્યકિતએ કહ્યું કે, 13 મેના દિવસથી યુદ્ઘની શરૂઆત થશે.

 

દુનિયામાં રશિયા, અમેરિકા અને સીરિયાની વચ્ચે તણાવ ચાલી રહ્યા છે. વિલિયગસે 2015 ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાની ભવિષ્યવાણી કરી દીધી હતી. તેમણે કહ્યું કે, ''વિશ્વ યુદ્ઘ થવા પાછળનું કારણ પણ ટ્રમ્પ જવાબદાર હશે.''

સૂત્રોનુસાર, વિલિયગસે કહ્યું કે,'' દુનિયાના સૌથી શક્તિશાળી નેતા સીરિયા પર હુમલો કરશે. કેમિકલ એટેક પણ કરવામાં આવી શકે છે અને આ કારણથી રશિયા, નૉર્થ કોરિયા અને ચીનની વચ્ચે સંધર્ષ શરૂ થઇ જશે.'' વિલિયગસે આગળ કહ્યું કે, ''સીરિયાના રાષ્ટ્રપતિ અસદની મૃત્યુ બોંબ વિસ્ફોટને કારણે થશે.'' ભવિષ્યવાણી અનુસાર 13 એપ્રિલથી 13મેની વચ્ચે કેટલાય પ્રકારના અજીબોગરીબ સમાચાર આવશે.

વિલિયગસે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીને સમર્થન આપ્યું છે. નાસ્ત્રેદમસે કહ્યું હતું કે, ''એક સાથે મોટી શક્તિઓ ટકરાશે અને મોટી સંખ્યામાં લોકો મરી જશે.''

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}