IMF રિપોર્ટ : 2022માં ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનશે

India

એક તરફ દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓ એક પછી એક પોતાનું વર્ચસ્વ ગુમાવી રહી છે. બીજી તરફ વિશ્વનું વેપાર જગત ભારત અર્થવ્યવસ્થા તરફ આકર્ષાઈ રહ્યું છે.

ભારતીય અર્થવ્યવસ્થાનો સિતારો બુલંદી તરફ આગળ વધી રહ્યો છે. આઈએમએફ દ્વારા આ સપ્તાહે રજૂ કરવામાં આવેલા અહેવાલમાં ભારતની અર્થવ્યવસ્થા માટે સકારાત્મક વાતાવરણનું આકલન રજૂ કર્યું છે.

જીડીપી નોમિનલ ટર્મ્સના આધારે રજૂ કરવામાં આવેલા આઈએમએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત આગામી પાંચ વર્ષોમાં દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. હાલ દુનિયાની ચોથી અર્થવ્યવસ્થાના સ્થાને જર્મની છે. જર્મની આગામી પાંચ વર્ષમાં ચોથા સ્થાનેથી પાંચમા સ્થાને સરકી જશે. દુનિયાની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં શામેલ બ્રિટન છઠ્ઠા સ્થાને પહોંચશે. જે માટે બ્રેક્ઝિટને કારણભૂત માનવામાં આવ્યું છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}