વિવાદિત બાબરી ઢાંચાને મેં તોડાવ્યો હતો, ફાંસીથી નથી ડર : રામજન્મભૂમિ ન્યાસનો દાવો

India

બાબરી વિધ્વંસ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પર કાયદાકીય ગાળિયો કસાયો છે તેવામાં રામજન્મભૂમિ ન્યાસના સભ્ય અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીના નિવેદને પાર્ટીની મુશ્કેલી વધારી છે. વેદાંતીનો દાવો છે કે અયોધ્યામાં બાબરી ઢાંચાને તેમના કહેવાથી ધ્વસ્ત કરવામાં આવ્યું હતું.

વેદાંતીનો દાવો છે કે તેમણે કારસેવકોને ઢાંચો તોડવાનો આદેશ આપ્યો હતો. તેમણે ક્હ્યું છે કે વિશ્વ હિંદુ પરિષદના દિવંગત નેતા અશોક સિંઘલ સિવાય મહંત અવૈદ્યનાથ પણ આ ષડયંત્રમાં શામેલ હતા. વેદાંતીનું કહેવું હતું કે તેમને ફાંસી થઈ જશે તોપણ તેઓ પોતાના નિવેદનને બદલશે નહીં.

મહત્વપૂર્ણ છે કે 6 ડિસેમ્બર-1992ના રોજ બાબરી ધ્વંસ થયો હતો. 19 એપ્રિલે સુપ્રીમ કોર્ટે અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિતના 10 નેતાઓ સામે આપરાધિક ષડંયત્રનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ ટ્રાયલ બે વર્ષમાં પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટે સંબંધિત કોર્ટને નિર્દેશ કર્યો છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}