બિહારના સીએમ નીતિશ કુમારે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

India

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

 

આ મુલાકાતમાં 2019ની લોકસભા ચૂંટણી અને રાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણી સહીતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. નીતિશ કુમારે સોનિયા ગાંધીને ક્હ્યું છે કે હંમેશાની જેમ વિપક્ષના ઝાંસામાં આવે નહીં અને પોતાનો એજન્ડા ખુદ નક્કી કરે.

ઈવીએમમાં ગડબડના આરોપો મામલે પણ બંને વચ્ચે ચર્ચા થઈ છે. વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદ માટે એક જ ઉમેદવાર ઉભા રાખવા બાબતે કોંગ્રેસ અને જેડીયુના અધ્યક્ષો વચ્ચે વાતચીત થઈ છે.

જેડીયુના મહાસચિવ અને પ્રવક્તા કે. સી. ત્યાગીએ કહ્યું છે કે જેડીયુ વિપક્ષી દળોની એકતાની તરફદારી કરે છે. તેમણે ક્હ્યુ છે કે જેડીયુનું માનવું છે કે વિપક્ષે સાથે મળીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એક ઉમેદવારની ઘોષણા કરવી જોઈએ.

વિપક્ષી દળોના સૌથી વરિષ્ઠ નેતા હોવાને કારણે સોનિયા ગાંધીએ આગળ આને રાજકીય પક્ષો સાથે વાતચીત કરવી જોઈએ. કે. સી. ત્યાગીએ કહ્યું છે કે નીતિશ કુમારે આના સંદર્ભે એનસીપી અને ડાબેરી પક્ષો સાથે પણ ચર્ચા કરી છે.

દિલ્હી ખાતે સોનિયા ગાંધીના નિવાસસ્થાન દશ જનપથ ખાતે નીતિશ કુમારે તેમની સાથે લગભગ અડધો કલાક વાતચીત કરી હતી. આ બેઠકને સારી રણનીતિ અને સમન્વય માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}