કેનેડા : ન્યૂફાઉન્ડલેન્ડમાં 46 મીટર ઊંચો હિમપર્વત દેખાયો

World

કેનેડાનું ન્યૂફાઉન્ડલેન્ડ અચાકન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અહીં સમુદ્રતટની નજીક અચાનક વિશાળ બરફનો પહાડ દેખાયો છે.

 

સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ઈસ્ટર વીકેન્ડના પ્રસંગે ટાઉન ઓફ ફેર્રીલેન્ડના દક્ષિણી તટવર્તી નેશનલ હાઈવે નજીક ઘણાં લોકો એકઠા થયા હતાં અને લોકો અહીં બરફના બનેલા પહાડની તસવીરો ખેંચવામાં લાગેલા હતાં.

મેયર એડ્રિયન કવાનાગનું કહેવું છે કે અચાનક મોટી સંખ્યામાં આવેલા પર્યટકોને જોઈને તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતાં. તેમણે કેનેડા પ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણાં મોટા આકારનો હિમપર્વત છે.

આ હિમપર્વત ઘણો નજીક છે અને લોકો તેના બેહદ નજીકથી ફોટા પાડી રહ્યાં હતાં.

અહેવાલો પ્રમાણે આ હિમપર્વત 46 મીટર ઊંચો હતો અને કવાનાગે જણાવ્યું હતું કે તે એવલોન ટાપુમાં પાણીની સપાટી પર દેખાયો છે.

ન્યૂફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોરના સમુદ્ર તટોને આઈસબર્ગ એલાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે વસંત ઋતુમાં તાપમાન વધવાની સાથે જ મોટી સંખ્યામાં બરફના ટુકડા વહેવા લાગે છે.

વિશ્લેષકો પ્રમાણે અસામાન્ય રીતે ભારે પવનની લહેરો અને જળવાયુ પરિવર્તનને કાણે ગ્રીનલેન્ડના બરફના ટુકડા તૂટીને વહેવા લાગે છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}