અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના વીઝા મુદ્દે ભારતે પણ આકરું વલણ દર્શાવ્યું

World

અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સાથે વીઝાના મુદ્દા પર ચિંતાઓ વચ્ચે ભારતે પણ આકરું વલણ દર્શાવ્યું છે.

ભારત દ્વારા કહેવામાં આવ્યું છે કે વીઝાનો મામલો ઈમિગ્રેશનનો નથી, પરંતુ આ મામલો કારોબાર સાથે જોડાયેલો છે. કારોબારમાં બંને પક્ષોના હિતો જોડાયેલા હોય છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેને આના સંદર્ભે સવાલ પુછવામાં આવ્યો હતો. બાગલેએ કહ્યું હતું કે જો ભારતની કંપનીઓ અમેરિકામાં કામ કરી રહી છે. તો અમેરિકાની કંપનીઓ પણ ભારતમાં કામ કરી રહી છે.

આમા, દુનિયાની ઘણી વિખ્યાત કંપનીઓ પણ સામેલ છે. અમેરિકામાં એચ-વન-બી વીઝા પર હાલ માત્ર એગ્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ હાલ આંતરીક પ્રક્રિયા છે.

ભારત અને અમેરિકાના સંબંધો પર અસર બાબતેના સવાલ પર બાગલેએ કહ્યું હતું કે હાલ અટકળો લગાવી શકાય નહીં. તેઓ કહેવા માંગે છે કે અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીય પ્રોફેશનલ્સનું ઘણું મોટું યોગદાન રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાની વીઝા સિસ્ટમમાં ફેરફાર પર ગોપાલ બાગલેએ કહ્યું છે કે ત્યાં પણ વીઝા વ્યવસ્થામાં ફેરફાર કારોબારનો મુદ્દો છે. ઓસ્ટ્રેલિયા સાથે કારોબાર અને સેવાઓ પર વાતચીત ચાલી રહી છે અને તેમાં વીઝા મુદ્દાની અસર સ્વાભાવિક છે.

તેમણે એમ પણ કહ્યું છે કે ત્યાં એક વીઝા વ્યવસ્થાને બદલીને નવી વ્યવસ્થા લાવવામાં આવી છે. ત્યાંના અધિકારીઓનું કહેવું છે કે આનાથી ભારતીયો પર નગણ્ય અસર પડશે. કારણ કે ભારતીયોમાં મોટાભાગાના હાઈ સ્કિલ્ડ છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}