સર્વેક્ષણ : આઈટી ક્ષેત્રમાં 95 ટકા એન્જિનિયરો નોકરીઓ માટે કાબેલ નથી

India

આઈટી અને ડેટા સાયન્સ ઈકોસિસ્ટમમાં ભારતના ઈજનેરો કૌશલ્યના મામલામાં પાછળ પડતા દેખાઈ રહ્યાં છે.

 

એક સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે દેશના 95 ટકા એન્જિનિયરો સોફ્ટવેર ડેવલોપમેન્ટ સાથે જાડોયેલી નોકરીઓ માટે કાબેલ નથી. રોજગાર આકલન સાથે જોડાયેલી કંપની એસ્પાયરિંગ માઈન્ડ્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે લગભગ 4.77 ટકા ઉમેદવારો જ પ્રોગ્રામ માટે યોગ્ય લોજિક લખી શકે છે.

પ્રોગ્રામ માટે યોગ્ય લોજિક લખવું પ્રોગ્રામિંગ જોબની લઘુત્તમ આવશ્યકતા છે. આઈટી સંબંધિત કોલેજોની પાંચસો બ્રાંચોના 36 હજારથી વધારે વિદ્યાર્થીઓ ઓટોમેટાને પસંદ કર્યું અને બે તૃતિયાંશ વિદ્યાર્થીઓ યોગ્ય કોડ પણ નાખી શક્યા નથી.

અભ્યાસમાં સામે આવ્યું છે કે 60 ટકા ઉમેદવાર યોગ્ય રીતે કોડ નાખી શક્યા નથી. માત્ર 1.4 ટકા જ એવા નીકળ્યા કે જેઓ યોગ્ય કોડ નાખવા માટે કાબેલ છે. ટિયર-1 અને ટિયર-3 કોલેજો વચ્ચે પ્રોગ્રામિંગ સ્કિલની ગુણવત્તામાં પાંચ ગણું વધારે અંતર જોવા મળ્યું છે.

100 ટોચની કોલેજોના 69 ટકા વિદ્યાર્થીઓ યોગ્ય કોડ નાખવામાં સક્ષમ છે. બાકી કોલેજોના વિદ્યાર્થીઓનો આ મામલામાં આંકડો માત્ર 31 ટકા જ છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}