વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતરમન : માત્ર અમેરિકામાં ભારતીય કંપનીઓ નથી, ભારતમાં પણ ઘણી મોટી અમેરિકન કંપનીઓ છે

India

અમેરિકામાં વીઝા નિયમોમાં કડકાઈને કારણે ભારતીય કંપનીઓના અસરગ્રસ્ત થવાની શક્યતાઓ છે.

કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતરમને ક્હ્યું છે કે આખી ચર્ચાનું વિસ્તરણ કરીને આમા ભારતમાં નફો કમાઈ રહેલી અમેરિકન કંપનીઓને પણ સામેલ કરવી પડશે.

ભારતીય કંપનીઓ અને ખાસ કરીને આઈટી કંપનીઓ પર અમેરિકા અને અન્ય દેશોના નિયમોમાં કડકાઈને કારણે પડનારી અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય વાણિજ્ય પ્રધાનનું નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે ક્હ્યું છે કે આપણે સમજવું પડશે કે માત્ર અમેરિકામાં ભારતીય કંપનીઓ નથી. ભારતમાં પણ ઘણી મોટી અમેરિકન કંપનીઓ છે. તેઓ પણ અહીં છે અને નફો કમાઈ રહી છે. આ નફો અમેરિકની અર્થવ્યસ્થામાં જાય છે.

સીતારમને કહ્યું છે કે આ પરિસ્થિતિમાં માત્ર એકપક્ષીય રીતે માત્ર ભારતીય કંપનીઓને અમેરિકાની સરકારના આદેશનો સામનો કરવાનો નથી. ભારતમાં પણ ઘણી અમેરિકન કંપનીઓ છે. આ કંપનીઓ ઘણાં વર્ષોથી કામ કરી રહી છે અને તેથી તેઓ ચાહે છે કે આખી ચર્ચાનું વિસ્તરણ થાય.

કેન્દ્રીય વાણિજ્ય પ્રધાને કહ્યું છે કે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોના ઉદાહરણ છે, જેઓ માત્ર કુશળ પ્રોફેશનલ્સના આવાગમન માટે પોતાની વીઝા વ્યવસ્થાને આકરી બનાવી રહ્યાં છે. હવે વિભિન્ન દેશ સેવાઓના વેપારના મામલામાં સ્પષ્ટપણે સંરક્ષણવાદની દીવાલ ઉભી કરી રહ્યાં છે.

તેમણે ક્હ્યું છે કે પ્રવર્તમાન સમયમાં સેવાઓના વેપાર માટે આપણી પાસે વૈશ્વિક માળખું હોવું જોઈએ. ભારત સક્રિયપણે પોતાનો પ્રસ્તાવ ડબલ્યૂટીઓમાં આગળ વધારશે. ભારત ડબલ્યૂટીઓમાં આ કરારને લઈને દબાણ ઉભું કરી રહ્યું છે.

એચ-વન-બી વીઝાના આદેશ પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવા બાબતે સીતારમને કહ્યું છે કે અમેરિકાએ આમા કેટલીક નિશ્ચિત સંખ્યામાં ભારતીયોને વીઝા આપવા બાબતે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેઓ નિશ્ચિતપણે ઈચ્છશે કે અમેરિકા પોતાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરે.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}