આજથી ગીર સોમનાથમાં ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો થશે પ્રારંભ

Gir Somnath

ગીર સોમનાથ ખાતે આજથી ભાજપની પ્રદેશ કારોબારીની બે દિવસની બેઠકનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં વહેલી ચૂંટણી કરવી હશે તો તેની ચર્ચા વિચારણા કર્યા બાદ તેનો નિર્ણય લેવાઈ જશે.

હજુ પણ ભાજપનો તેમજ સરકારનો એક વર્ગ માને છે કે ૧૦ જૂન પહેલા ચૂંટણી થઇ જશે. જો ખર્ખર આ રીતે ચૂંટણી યોજવી હોય તો આગામી અઠવાડીયામાં જ વિધાનસભાને બરખાસ્ત કરવી પડે.

બે દિવસની કારોબારીમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.દિનેશ શર્મા, રાષ્ટ્રીય મહામંત્રી અને નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરશોતમ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી. સતીષજી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ અન્ય પ્રધાનો અને હોદ્દેદારો સહિતનાં લગભગ ૫૦૦ જેટલા સભ્યો હાજર રહેશે. ૨૨મી એપ્રિલે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં સમાપન કરાશે. તેઓ કારોબારીને માર્ગદર્શન આપતું સંબોધન પણ કરશે.

આ બેઠકમાં પ્રદેશ કારોબારીના એજન્ડાની રૂપરેખાનો આખરી ઓપ અપાશે. તો  ખાસ કરીને ચૂંટણીનો રોડમેપ અમિત શાહ જ તૈયાર કરશે. સોમનાથમાં  ગુજરાત વિધાનસભામાં 150 બેઠકો જીતવાનો સંકલ્પ લેવામાં આવશે.

આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જ ભાજપનો મુખ્ય ચહેરો હશે. કારોબારીમાં પ્રદેશના નેતા, આગેવાનોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. દરેક જિલ્લાના પ્રભારીને સોંપેલા કામનો રિપોર્ટ લેવામાં આવશે.  

કારોબારીમાં યુપીના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા અને નવનિયુક્ત પ્રભારી ભુપેન્દ્રજી યાદવનું સન્માન કરાશે. કારોબારીમાં રાજકીય અને અભિનંદનના પ્રસ્તાવો થશે. તેમજ આગામી કાર્યક્રમોની રૃપરેખા ઘડાશે. સંગઠનને વધુ મજબુત બનાવવા પર ભાર મુકાશે.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}