આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સમ્મેલનમાં દલાઇ લામાના ભાગ લેવા પર ભડક્યુ ચીન, ભારતને આપી ચેતવણી

World

બિહારમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સમ્મેલન માટે તિબ્બતના ધર્મગુરુ દલાઇ લામાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

જેના પર ચીન ભડકી ઉઠ્યું છે. આ મામલે ચીને ભારતને ચેતવણી આપતા કહ્યું કે ભારત દ્વિપક્ષીય સબંધો બગાડવાથી બચાવવા માટે ચીનની ચિંતાઓનું સમ્માન કરે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચનયિંગે કહ્યું કે ભારતે ચીનની ચિંતાઓ અને વિરોધનો વિચાર કર્યા વગર 14 માં દલાઇ લામાને ભારત તરફથી આયોજીત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સમ્મેલન માટે આમંત્રણ પાઠવ્યું છે.

દલાઇ લામાના સમ્મેલનમાં ભાગ લેવા પર ચીનના પ્રવક્તાએ કહ્યું કે ચીન તેના લીધે અસંતુષ્ટ છે. ચીન તેનો વિરોધ કરે છે. અમે ભારતને આ મામલે અપીલ કરીએ છીએ કે તેમણે દલાઇ લામાના સમૂહનું ચીન વિરોધી અલગાવવાદને જાણે તથા તિબ્બત પ્રત્યે ચીનની પ્રતિબદ્ધતાનું સમ્માન કરે. તિબ્બતને લઇને ચીનની જે ચિંતાઓ છે તેને ભારત સમજે તથા ભારત અને ચીન વચ્ચે ના સબંધો પર ખરાબ અસર ના પડે તેનો ખ્યાલ રાખે.

મહત્વનું છે કે 81 વર્ષના તિબ્બતના ધર્મગુરુ દલાઇ લામાએ 17 માર્ચે બિહારના નાલંદા જિલ્લામાં સ્થિત રાજગીરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સેમિનારનું ઉદ્ગાટન કર્યું હતું. '21 મી સદીમાં બૌદ્ધ ધર્મ' નામથી આયોજીત આ સેમિનારમાં દુનિયાના અલગ અલગ દેશોના બૌદ્ધ સન્યાસી અને વિદ્વાનો ભાગ લીધો છે.

મહત્વનું છે કે આ પહેલા આ મહિને ચીનના દલાઇ લામાના અરુણાચલ પ્રદેશના પ્રવાસનો પણ વિરોધ દર્શાવ્યો હતો. જેનું મુખ્ય કારણ છે ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબ્બતનો ભાગ માને છે. નોબલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત દલાઇ લામા 1959 માં ચીન છોડીને ભારત આવ્યા હતા. ચીન દલાઇ લામાને અલગાવવાદી માને છે. ભૂતકાળમાં ચીને વિવાદને પગલે દલાઇ લામા સાથે વાતચિત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. વર્ષ 2012 માં જ્યારે શી ઝિંગપિંગના ચીનના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ચીનનો દલાઇ લામા પ્રત્યેનુ વલણ કડક બની ગયું હતું.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}