NIAએ જાકિર નાઈકને બીજી નોટીસ ફટકારી, ઈડીએ 18 કરોડની સંપત્તિ જપ્ત કરી

India

રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએ દ્વારા વિવાદિત ઇસ્લામીક ઉપદેશક જાકિર નાઇકને બીજી નોટિસ ફટકારીને 30 માર્ચ પહેલા હાજર થવા ફરમાન કર્યું છે. જાકિર સામે એનઆઇએએ આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત કેસ નોંધ્યો છે.

 

એજન્સીએ આ મહિને પહેલુ સમન મોકલીને 14 માર્ચે હાજર થવા જણાવ્યું હતુ. અધિકારીઓએ કહ્યું કે, નાઇકને અહીં એનઆઇએના મુખ્યાલયમાં હાજર થવા જણાવ્યું છે. આ નોટિસને નાઇકના મુંબઇ સ્થિત નિવાસ સ્થાને મોકલાઇ છે. બીજીતરફ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રીંગ કેસમાં જાકીર નાઇકની સંસ્થા ઇસ્લામીક રિસર્ચ ફાઇન્ડેશન અને અન્યની 18.37 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. જો કે હાલ, જાકિર નાઇકના ભારત પરત ફરવાના કોઇ સંકેત નથી. ગત વર્ષે નવેમ્બરમાં એનઆઇએએ નાઇક તથા તેના સહયોગીઓ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}