IND-VS-AUS: માર્શ- હેન્ડ્સકોમ્બેની જોડીએ ટીમ ઇન્ડિયાની જીત પર ફેરવ્યું પાણી, રાંચી ટેસ્ટ ડ્રો

Cricket

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ પરિણામ ડ્રો રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાના પીટર હેન્ડ્સકોમ્બ અને શૉન માર્શની જોડીએ મેચના અંતિમ દિવસે મજબૂત બેટિંગ કરીને ભારતીય ટીમની જીત પર પાણી  ફેરવી દીધું. બન્ને બેસ્ટમેનોએ 5 મી વિકેટ માટે 62 ઓવર બેટિંગ કરી હતી. જે બાદ મેચને તેમણે ડ્રો કરાવવામાં સફળ રહ્યા હતા.

પીટર હેન્ડ્સકોમ્બ અને શૉન માર્શની જોડી વચ્ચે 124 રનની ભાગીદારી નોંધાઇ હતી. હેન્ડ્સકોમ્બ 72 રન પર અણનમ રહ્યો હતો. 4 મેચની સીરીઝમાં બન્ને ટીમ 1-1 થી બરાબરી પર છે. જ્યારે આ સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ હવે 25 માર્ચે ધર્મશાળામાં રમવામાં આવશે.

વાત કરીએ પ્રદર્શનની તો દિવસની શરૂઆતમાં જ ભારતીય ટીમે ઓસ્ટ્રલિયાની ટીમ પર મજબૂત પકડ બનાવી લીધી હતી. મેચના પહેલા સેશનમાં ઇશાંત શર્માએ રેનશૉ અને જાડેજાએ કેપ્ટન સ્ટીવ સ્મિથને આઉટ કરી મેચ પર દબદબો કાયમ કર્યો હતો. જો કે પોતાની લડખડાતી બેટિંગને સંભાળવા ઓસ્ટ્રેલિયાના શાન માર્શ અને પીટર હેન્ડસકોમ્બે ઓસ્ટ્રેલિયાને ખરાબ હારથી બચાવી લીધી હતી.  

શાન માર્શ અને પીટર હેન્ડસકોમ્બે લંચ બાદ સંભાળીને બેટિંગ કરવાની શરૂઆત કરી હતી. લક્ષ્યનો પીછો કરતા બન્ને બેસ્ટમેને ભારતના પેશ અને સ્પિન એટેકનો સામનો કરી હાર બચાવી લીધી હતી. અંતિમ સેશનમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગના 92 મી ઓવરમાં જ્યારે માર્શ આઉટ થયો, ત્યારે મેચ ભારતના હાથમાંથી નીકળી ચુકી હતી.

જ્યારે મેચમાં ભારતના રવિચંદ્રન અશ્વિને મેચમાં સદી નોંધાવનાર ગ્લેન મેક્સવેલને આઉટ ક્રયો હતો. જો કે ઓસ્ટ્રેલિયા ત્યાં સુધીમાં મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી લીધી હતી. 100 મી ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 વિકેટના નુકશાને 204 હતો. આ સમયે હેન્ડસકોમ્બ 72 રન અને મેથ્યૂ વેડ 9 રન પર રમી રહ્યા હતા અંતે મેચ ડ્રો થઇ હતી.

જ્યારે ભારતની વાત કરીયે તો મેચમાં ચેતેશ્વર પુજારાએ શાનદાર 202 રન બનાવી મેન ઓફ ધ મેચ બન્યો હતો. પુજારાએ આ દરમિયાન કહ્યું કે તેની ઇનિંગ ટીમ માટે જરૂરી હતી. પુજારાએ કહ્યું કે રિદ્ધિમાન સાહા જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે અમારી વચ્ચે લાંબી ઇનિંગની વાત થઇ હતી.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}