આદિત્યનાથે અધિકારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા, કહ્યું- સરકારી અધિકારીઓ સંપત્તિની વિગતો જાહેર કરે

India

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સત્તા સંભાળ્યા બાદ એક્શનમાં આવી ગયા છે. તેમના દ્વારા બોલાવાયેલી પહેલી બેઠકમાં તમામ સચિવોને ઈમાનદારી, સ્વચ્છતા અને સ્પષ્ટતાના સંકલ્પ લેવડાવ્યો હતો.

 

આ ઉપરાંત તમામ અધિકારીઓને સંપત્તિની વિગતો જાહેર કરવા કહ્યુ છે. આ બેઠકમાં ભાજપના સંકલ્પ પત્ર પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ યુપીમાં સત્તા સંભાળ્યા બાદ યુપીના વિકાસના રોડમેપ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્ય અને દિનેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

યુપી સીએમે સચિવો સાથે બેઠક કરતાં પહેલા સવારથી તેઓ અનૌપચારિક રીતે અધિકારીઓ સાથે બેઠકમાં જોવા મળ્યા હતા. યોગી આદિત્યનાથે વીવીઆઈપી ગેસ્ટહાઉસ ખાતે ડીજીપી જાવેદ અહેમદ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે યુપીમાં કાયદો અને વ્યવસ્થા સઘન કરવા પર ભાર મુક્યો હતો. યુપીના ડીજીપી ઉપરાતં મુખ્ય સચિવ, પ્રધાન સચિવ, ગૃહ સચિવે પણ વીવીઆઈપી ગેસ્ટહાઉસમાં સીએમ સાથે મુલાકાત કરી. યોગી સરકારે નક્કી કર્યુ છે કે, કોઈ પણ શહેર વિષેની યોજનાઓની બેઠક તે શહેરમાં જ થશે. જેનો મતલબ સ્પષ્ટ છે કે લખનઉમાં જ સત્તાનું કેન્દ્ર રહેશે તે ઈમેજને યોગી સરકાર બદલવા ઈચ્છી રહી છે.

યુપીમાં ભાજપે સત્તા સંભાળ્યાના પહેલા દિવસથી જ સરકાર 100 દિવસનો એજન્ડા તૈયાર કરી રહી છે. જેમાં ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં પ્રદેશમાં એન્ટી રોમિયો સ્કવોર્ડ બનાવવી જાહેરાત કરી હતી. આ અંગે કેશવપ્રસાદ મૌર્યેએ સ્પષ્ટ કરી દીધુ છે કે, તેનો કોઈ ધર્મ કે જાતિ હોતી નથી. તેમજ તે અંગે કોઈ વિચારે છે તો તે ખોટુ છે. કેશવ પ્રસાદ મૌર્યએ પ્રદેશમાં ખેડૂતોની સમસ્યાઓ અને મહિલા સુરક્ષાનો મુદ્દો સૌથી મહત્વનો હોવાનું જણાવ્યું અને આથી તેના પર સૌપ્રથમ કામ કરશે.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}