VIDEO: અમદાવાદમાં હાર્દિક સહિત 60 પાટીદારો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધાયો, 20ની ધરપકડ

Ahmedabad

હાર્દિક પટેલ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 6 મહિના ગુજરાત બહાર રહ્યા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે આ વખતે કલમ 120બી મુજબ રાયોટીંગનો ગુનો નોંધીને ફરિયાદ નોંધાઈ છે. હાલ, હાર્દિક પટેલ ફરાર થઇ ગયો છે. જ્યારે અન્ય 60 યુવકો સામે રામોલ પોલીસે ફરિયાદ નોંધીને 20 જેટલા લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત મોડી રાત્રે વસ્ત્રાલના કોર્પોરેટરના ઘરે હલ્લાબોલ કરી તોડફોડ કરવાના મામલે આ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

 

પાસે પહેલા યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ અને હવે વસ્ત્રાલના કોર્પોરેટર પરેશ પટેલ પર હુમલો કર્યો હતો. રામોલ પોલીસ દ્વારા ફેસબુક પર અભદ્ર કોમેન્ટ કરવાની અરજીમાં વસ્ત્રાલના પાટીદાર યુવકની અટકાયત કરવામાં આવી હતી. યુવકની  અટકાયત થતાં જ મોડી રાત્રે હાર્દિક પટેલ સહીત 50થી વધુ પાટીદારો રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં અને પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યું હતું.

બીજીતરફ યુવકની અટકાયત કોર્પોરેટરે કરાવી હોવાના આક્ષેપો સાથે હાર્દિક પટેલ સહીત 60 પાટીદારો પરેશ પટેલના ઘરે પહોંચ્યાં હતાં અને તોડફોડ કરી હતી. કોર્પોરેટર પરેશ પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે, અનેક વાર ભાજપના નેતાઓને હાર્દિક બાનમાં લે છે પરંતુ  અમે તેનાથી વિચલિત થઈશું નહીં.

આ મામલે પરેશ પટેલે હાર્દિક પટેલ, નચિકેત મુખી, ગીતા પટેલ સહીત 60 લોકોના ટોળા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે ભાજપના શહેર પ્રમુખ જગદીશ પંચાલ કોર્પોરેટરના ઘરે મળવા પહોંચ્યા હતા. હાર્દિક પટેલ સામે રાયોટીંગનો ગુનો રામોલ પોલીસે નોંધાયો છે. હાર્દિક પટેલ સામે વધુ એક ગુનો નોંધાતા હાર્દિકની મુશ્કેલીમાં વધારો થયો છે.

Watch Video

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}