શંકરસિંહ વાઘેલાની મોટી જાહેરાત: નથી બનવું મારે CM, હું વિધાનસભા ચૂંટણી સુધી જ છું

Ahmedabad

કોંગ્રેસે આજથી વિધાનસભા ચૂંટણીના શ્રી ગણેશ કરી દીધા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ‘આજે કોંગ્રેસ આવે છે’ સંમેલન યોજાયુ. આ સંમેલનમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, તેઓ સીએમ પદની રેસમાં નથી.

કોંગ્રેસની આ બેઠકમાં પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામત ઉપસ્થિત રહ્યા અને તેમની ઉપસ્થિતિમાં 1540 દાવેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, આપણે સૌ સાથે મળીને લડીશુ તો આપણી સરકાર નક્કી છે. સરકાર બન્યા બાદ તમામ લોકોને સેવાનો મોકો આપવામાં આવશે. ભાજપ આ બેઠકમાં ભાગ લેનારા કોઈ ઉમેદવારને ફોડી નહીં શકે તેમ જણાવ્યું હતું.

Watch Video 1

તેમણે સભ્યોનો ઉત્સાહ વધારવા જણાવ્યું હતું કે, ભાજપ પાસે દારૂ અને રૂપિયા છે. તો આપણી પાસે સંગઠન શક્તિ છે. આ વર્ષે જો વહેલી ચૂંટણી યોજાઈ જાય તો પણ આપણે તૈયાર છીએ. ભરતસિંહે જીલ્લા સ્તરે ઉમેદવારોનુ લીસ્ટ બનાવવાનો આદેશ આપીને યુવાનોને પ્રાધાન્ય આપીશુ તો જીત નિશ્વિત છે, તેમ જણાવ્યું હતું. તેમણે દરેક જીલ્લામાં એક મહિલા અને એક યુવાનને ટીકીટ આપવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. તેમણે નવસર્જન ગુજરાતએ સીએમ પદ માટેની લડાઈ ન હોવાનું જણાવ્યુ હતુ.

Watch Video 2

બીજીતરફ પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સામાજીક સમીકરણોને ધ્યાને રાખીને ઉમેદવારોની પસંદગી કરાય. તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં કોંગ્રેસ આવી રહી છે. જેનો લોકોને આનંદ છે. જેથી લોકોના અરમાન ખતમ ના કરો. લોકોના અરમાન પૂર્ણ કરવાની જવાબદારી આપણી છે. જેથી આપણે અંદર-અંદર હરાવવાનું બંધ કરીએ. જ્યારે ઈર્ષાદ મિર્ઝાએ પણ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહને જૂથબંધી બંધ કરવાની સલાહ આપી હતી.

શક્તિસિંહ ગોહિલે ઉત્સાહ વધારતાં જણાવ્યું કે, આપણે પંજાને ઉમેદવાર માનીને આજથી કામમાં લાગી જઈએ અને પક્ષના નિર્ણયને અંતિમ નિર્ણય માનીને ઉમેદવારને જીતાડીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, પંજાબમાં પણ ઈવીએમ મશીન જ હતા ત્યા તો ભાજપને ગણતરીની બેઠક જ મળી. જેથી આપણે નકારાત્મક રાજનીતીને છોડીને કામ કરીએ. આ તરફ સિદ્ધાર્થ પટેલે ગુજરાત કોઈના બાપની જાગીર નથી, તેમ જણાવ્યું અને કોંગ્રેસ ઈતિહાસ નહી બને પરંતુ ઈતિહાસ રચશે, તેમ જણાવ્યું હતું. તેમણે જૂથબંધી દૂર કરવા અંગે જણાવ્યુ કે, આપણે બાદબાકીનું રાજકારણ બંધ કરીને સરવાળાનું રાજકારણ કરીશુ તો આપણને કોઈ નહીં હરાવી શકે.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}