VIDEO: ગુજરાત એટીએસ સમક્ષ ‘આતંકી બ્રધર્સ’ની કેફિયત, કહ્યું- કાશ્મીરમાં આતંકી ટ્રેનિંગ લેવાની હતી

Ahmedabad

ગુજરાત એટીએસે બે ISIS આતંકીઓને ઝડપી લીધા બાદ આજે બંન્ને આતંકીઓના રિમાન્ડ પૂર્ણ થતા રાજકોટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન ઝડપાયેલા બંને આંતકીઓએ એટીએસ સમક્ષ અનેક ખુલાસા કર્યા છે. જેમાં વસીમ રામોડિયાએ કેફિયત વર્ણવી છે કે તે કાશ્મીર જઈને ટ્રેનિંગ લેવાનો હતો. 

આતંકી બંધુએ એટીએસ સમક્ષ કબૂલાત કરી છે કે, તેણે કાશ્મીર જવા માટે આયોજન કરેલું હતું. જે પ્રકારે કાશ્મીરમાં સ્થાનિક લોકો સુરક્ષા એજન્સી પર હુમલા કરે છે એ જ રીતે તેને પણ હુમલા કરવાના હતા. રામોડિયા બંધુ લોનવુલ્ફ એટેક કરવાના હતા. જો આ એટેક દરમિયાન જો સુરક્ષા એજન્સી કે સ્થાનિક લોકો આવી ચડે તો તેના પર કાશ્મીરી યુવકોની માફક જ હુમલો કરવા માટે પ્લાન બનાવ્યો હતો.

વસીમ બેંગ્લોરના કોઈ યુવકના સંપર્કમાં હતો અને તેની મદદથી જ તે કાશ્મીર જઈ ત્યાંના સ્થાનિક લોકોના સંપર્કમાં આવવાનો હતો. હવે સુરક્ષા એજન્સી માટે મહત્વનું એ છે કે, આખરે એ બેંગ્લોરનો યુવક કોણ હતો અને કાશ્મીરમાં રામોડિયા બંધુને કોના આશરે રાખવાનો હતો? રામોડિયા બંધુના મોબાઈલની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મોબાઈલમાંથી અલ હલાલ ઇસ્લામિક ફ્રીડમ નામનું હતું. વોટ્સ એપ ગ્રુપ મળી આવ્યું હતું. જે ગ્રુપમાં 150 યુવકો હતા.

સૂત્રોની જો વાત માનીએ તો આ ગ્રુપમાં કઈ રીતે સુરક્ષા એજન્સીથી બચી શકાય સેન્ટ્રલ આઈબીથી કઈ રીતે બચી શકાય? લોન વુલ્ફ એટેક કઈ રીતે કરવો? આતંકી પ્રવૃત્તિ કરી રીતે ફેલાવવી? સહિતની ચર્ચા આ ગ્રુપમાં કરવામાં આવતી હોવાનું સૂત્રો દ્વારા જવા મળી રહ્યું છે. ચોંકાવનારી અને મહત્વની વાત એ પણ સામે આવી છે કે, આ ગ્રુપનો એડમીન ગુજરાતી યુવક જ છે.

હવે એટીએસ અને અન્ય એજન્સી દ્વારા આ દિશામાં તપાસ ચલાવી છે. હાલ, આ બંને રામોડિયા બંધુના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને જેલ હવાલે કરવામાં આવ્યાં છે. આગામી સમયમાં આ કેસની તપાસ એન.આઈ.એ ને સોંપવામાં આવશે. ગુજરાત એટીએસ દ્વારા ગૃહ વિભાગને પત્ર લખ્યો છે કે વસીમ રામોડિયા અને નઇમ રામોડિયાના કનેક્શનનો ઈન્ટરનેશલ હોવાથી આ કેસની આગળની તપાસ હવે એન.આઈ.એ ને સોંપવામાં આવશે.

Watch Video

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}