મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેનસિંહે સાબિત કરી બહુમત, 33 સાંસદોનું મળ્યું સમર્થન

India

પહેલા ગોવા અને ત્યારબાદ હવે મણિપુરમાં પણ ભાજપે શક્તિ પરિક્ષણ જીતી લીધું છે.

એન બિરેનસિંહના નેતૃત્વવાળી ભાજપે મણિપુર વિધાનસભામાં બહુમત સાબિત કરી છે. મણિપુરના એન બિરેનસિંહે સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. 66 સભ્યો વાળી વિધાનસભામાં 33 સાંસદોએ તેમને સમર્થન આપ્યું છે. બહુમતી સાબિત કર્યા બાદ બીજેપીના યમનમ ખેમચંદ્રસિંહને વિધાનસભામાં સ્પીકર ચુંટવામાં આવ્યા છે.  

અહીં ભાજપ 21 બેઠકો સાથે બીજી સૌથી મોટી પાર્ટી છે. વિધાનસભામાં ભાજપે પોતાને એનપીપીના 4, એનપીએફના 4, લોક જનશક્તિ પાર્ટીના 1, તૃણમુલ કોંગ્રેસના 1 ધારાસભ્યના સમર્થનનો દાવો કર્યો છે. મહત્વપૂર્ણ છે કે એન બિરેનસિંહે ગત 16 માર્ચે મણિપુર રાજ્યના મુખ્યમંત્રી તરિકે શપથ લીધી હતી. મણિપુરમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે.

આ ઉપરાંત એક સ્વતંત્ર ઉમેદવારે પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે મણિપુર વિધાનસભામાં આજે શક્તિ પરીક્ષણ થવાનું હતું. જેને ધ્યાનમાં લઇ રવિવારે સાંજે બિરેન સિંહે ઈમ્ફાલની એક હોટલમાં પોતાના સમર્થન ધરાવતા ધારાસબ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શક્તિ પરીક્ષણ દરમિયાન પાર્ટીની રણનીતિ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં 21 ધારાસભ્યો શામેલ હતા. આ સિવાય તેમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ, અસમના નાણા પ્રધાન હિમાંતા બિસ્વા શર્મા પણ હાજર રહ્યા.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}