વૉડાફોન અને આઈડ્યાનું મર્જર જાહેર : દેશની સૌથી મોટી ટૅલિકૉમ કંપનીનું થશે સર્જન

India

દેશની ત્રીજા નંબરની સૌથી મોટી ટેલિકૉમ કંપની આઇડિયા સેલ્યુલરે વોડાફોન ઇન્ડિયાની સાથે મર્જ કરવાનું એલાન કર્યું છે. કંપનીએ સોમવારે જાહેરાત કરતાં કહ્યુ કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી આ વિલનીકરણની મંજૂરી આપી દેવામાં આવી છે. જેના અંતર્ગત વોડાફોન ઇન્ડિયા અને વોડાફોન મોબાઇલ સર્વિસ લિ.  અને આદિત્ય બિરલા ગ્રુપના આઇડિયા સેલ્યુલરનું વિલીનીકરણ થઇ એક નવી કંપની ભારતીય એરટેલને પાછળ છોડીને દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની બની જશે.

 

આજે કરવામાં આવેલી જાહેરાત અનુસાર આઇડિયા અને વોડાફોનની વિલય પક્રિયા આવતા વર્ષે પૂરી થઇ જશે. નવી કંપનીમાં વોડાફોનની 45% ભાગીદારી જ્યારે આઇડિયાની 26% ભાગીદારી હશે. જોકે ભવિષ્યમાં આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોનની ભાગીદારી સરખી થઇ જશે. વિલય માટે આઇડિયા કંપનીનું વેલ્યુએશન 72000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. નવી કંપનીમાં આદિત્ય બિરલા ગ્રુપ પાસે 9.5% શેર્સ ખરીદવાનો અધિકાર હશે.

બ્રોકરેજ કંપની સીએલએસએના એક રિપોર્ટ અનુસાર, નવી કંપનીની રેવન્યુ 80000 કરોડ રૂપિયાથી પણ વધારે હશે જે દેશની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની કુલ રેવન્યુના 43% જેટલી હશે. તેની સાથે જ આ નવી કંપનીની પાસે ભારતીય બજારના કુલ 40% યૂઝર્સ હશે. દેશના કુલ ફાળવાયેલા સ્પેક્ટ્રમનો 25% ભાગ આ નવી કંપની પાસે હશે. આવામાં 1% સ્પેક્ટ્રમ વેચવાનો રહેશે તેથી તેની મર્યાદા સાથે જોડાયેલા નિયમનું પાલન થશે.

એક રિપોર્ટ અનુસાર આ વિલીનીકરણથી  ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં 10,000 લોકોના નોકરી ગુમાવશે તેવું માનવામાં આવી રહ્યું છે. 

દેશની ટેલિકૉમ માર્કેટમાં ગયા વર્ષે આવેલી કંપની રિલાયન્સ જિયોથી ટેલિકોમ ક્ષેત્રમાં કટ્ટર હરિફાઇ શરૂ થઇ છે. જેના કારણે નાની કંપનીઓ ભારતમાંથી પોતાનો વેપાર સંકેલવાની તૈયારીમાં છે. જેમાં નોર્વેની ટેલિનોરે ભારતીય એરટેલને બિઝનેસ વેચવાનું નક્કી કર્યું છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}