અલાહાબાદમાં બીએસપી નેતાની ગોળી મારી હત્યા કરતા ચકચાર

India

ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં રવિવારે મોડી રાતે બસપા નેતાની ગોળી મારીને હત્યા કરી નાંખતા ખળભળાટ મચી જવા પામ્યો.

બસપા નેતા પર હુમલો કરનારાઓએ કાર્યાલયમાં ઘુસીને હત્યા કરી હતી. આ વિશે વધુ વિગતે જોતા મૃતક નેતાનું નામ મોહમ્મદ શમી છે. બસપા નેતા મોહમ્મદ શમી બ્લોક પ્રમુખ રહી ચુક્યા છે. આ ઘટનાથી નારાજ સમર્થકોએ અલાહાબાદ-પ્રતાપગઢ રોડ પર ચક્કાજામ કર્યો હતો. રવિવારે રાતે પૂર્વ બ્લોક પ્રમુખ શમી પોતાના મિત્રોની સાથે ઢાબા પર જમવા ગયા હતા. જ્યાંથી મોહમ્મદ શમી સીધા પોતાના કાર્યાલય ગયા હતા. આ દરમિયાન જેવા શમી પોતાની કાર તરફ જઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. હુમલો કર્યા બાદ હુમલાખોર ફરાર થઈ ગયા હતા.

જ્યારે બીજી તરફ આ હત્યાકાંડને લઇને કેબિનિટ મંત્રી અને અલાહાબાદના સાંસદ સિદ્ધાર્થનાથ સિંહે અલગ જ નિવેદન આપ્યું હતું. સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે મૃતક નેતા હિસ્ટ્રીશીટર છે તથા તેના વિરુદ્ધ કેટલાઇ કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે, આ હત્યા અંગત અદાવતને કારણે થઇ છે.

અલાહાબાદથી બસપાના નેતા મોહમ્મદ શમી મોટા નેતા છે. તેમણે ત્રણ વાર મઉઆઇમા બ્લોકના પ્રમુખ રહી ચુક્યા છે. જ્યારે હત્યા મામલે શમીના પરિવારે મઉઆઇમા બ્લોકના પ્રમુખ સુધીર મૌર્યા સહિત કેટલાઇ લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}