PM મોદીની જેમ ગોરખપુરમાં યોગી આદિત્યનાથ બનાવશે મિની CMO!

India

ઉત્તર પ્રદેશના નવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદીની રાહ પર ચાલતા હોય તેવુ લાગી રહ્યું છે.

એક તરફ આદિત્યનાથ સૌનો સાથ સૌનો વિકાસ કરવાની વાત કરી  છે તો બીજી તરફ તેમણે ગોરખપુરમાં મિની સીએમઓ બનાવવાની તૈયારી કરી છે. જો કે આ મામલે આદિત્યનાથ તરફથી કોઇ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.

સુત્રોના મતે ગોરક્ષનાથ મંદિરના અધિકારીઓએ સોમવારે સવારે એક બેઠક કરી હતી. આ બેઠકમાં ગોરક્ષનાથ મંદિરને મિની સીએમઓ તરીકે વિકાસાવવા પર ચર્ચા થઈ હતી. જેનું કારણ એ છે કે ગોરક્ષનાથ મંદિર જ સીએમ યોગી આદિત્યનાથનું નિવાસ સ્થાન છે. જ્યારે સીએમ બન્યા બાદ ગોરખપુર પહેલી વખત જશે ત્યારે તેમના સ્વાગતને લઈને ગોરક્ષનાથ મંદિરને ફૂલોથી સજાવી દેવામાં આવ્યું છે. વળી મંદિરની સુરક્ષા પણ વધારી દીધી છે. મંદિરના દરવાજો પર અતિ આધુનિક હથિયારોથી પોલીસકર્મીઓ તૈનાત કરી દેવાયા છે અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ આ બાબતે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી રહ્યા છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}