GST ના 4 બિલને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી, સંસદ સત્રમાં મનિ બિલ થશે રજૂ

India

સોમવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા.

જેમાં જીએસટી બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં જીએસટી સાથે જોડાયેલ 4 બિલ પસાર કરવામાં આવ્યા છે. જેમાં સી- જીએસટી, ઇન્ટ્રીગ્રેટડ જીએસટી, યૂનિયન ટ્રેરેટ્રી જીએસટી બિલ ખાસ છે. તેની સાથે કંપેનસેશન બિલને પણ મંજૂરી મળી ગઇ છે.

કેબિનેટની મંજૂરી બાદ તેમને સંસદમાં રજૂ કરવામાં આવશે. જે બાદ 1 જૂલાઇથી તેને લાગૂ કરવામાં આવશે. આ ચારેય બિલને સંસદમાં મની બિલ તરીકે રજૂ કરવામાં આવશે. જ્યારે કેન્દ્ર સરકાર આશા દર્શાવી છે કે વર્તમાન સંસદ સત્રમાં આ ચારેય બિલ પાસ થઇ જશે. જે બાદ એસજીએસટીને જલ્દી બધા રાજ્યોની વિધાનસભામાં મંજૂરી મળી શકે છે.

મહત્વનું છે કે જીએસટી કાંઉન્સિલ તરફથી ગઇ બેઠકમાં ચારેય બિલને મંજૂરી મળી ગઇ હતી. જ્યારે વાત કરીએ જીએસટીની તો બધા જ રાજ્યોની વિધાનસભા સિવાય સંસદમાં પણ તેને મંજૂરી મળવી જરૂરી છે. ગત બેઠકમાં અરૂણ જેટલીએ કહ્યું હતું કે 31 માર્ચે આયોજીત જીએસટી બેઠકમાં બધા જ નિયમો પર મંજૂરી આપવામાં આવશે. જીએસટી માટે 5 થી 28 ટકા વચ્ચે 4 સ્ટેજમાં સ્લેબ રાખવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}