પાકિસ્તાનમાં લાપતા થયેલા બે ભારતીય મૌલવી સ્વદેશ પરત ફર્યા

India

પાકિસ્તાનમાં લાપતા થયેલા બે ભારતીય મૌલવી આજે સ્વદેશ પરત ફર્યા છે. તેઓ દિલ્હી ખાતેના એરપોર્ટથી ભારત પરત ફર્યા છે.

હજરત નિઝુદ્દીન ઔલિયા દરગાહના મુખ્ય કાદિમ આસિફ અલી નિઝામી અને તેમના ભત્રીજા નાઝીમ અલી નિઝામીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓએ મુક્ત કર્યા છે. તેમને મુક્ત કરાવવા માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પાકિસ્તાનના પીએમના વિદેશ સલાહકાર સરતાઝ અઝીઝ સાથે વાતચીત કરી છે.

આસિફ અને નઝીમ પોતાના સંબંધીઓને મળવા અને પાકિસ્તાનમાં રહેલી સુફૂ દરગાહોની મુલાકાત લેવા ગયા હતાં. જો કે બંને લાહોર એરપોર્ટથી લાપત્તા થયાં હતાં. તેમના પરિવારે દાવો કર્યો હતો કે નાઝિમની લાહોર એરોપોર્ટથી અટકાયત કરવામાં આવી હતી. જ્યારે આસિફને કરાચી એરપોર્ટથી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

બીજી તરફ પાકિસ્તાની મીડિયામાં અહેવાલ હતાં કે આઈએસઆઈને બંને મૌલવીઓને ગાયબ કરાવ્યા. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને શક હતો કે બંને મુહાજિક કૌમી મુવમેન્ટ સાથે જોડાયેલા છે.

જો કે પાકિસ્તાન સરકારના મતે બંને પોતાના શ્રદ્ધાળુઓને મળવા માટે સિંધના અંદરના વિસ્તારોમાં પહોંચ્યા હતાં. જ્યાં મોબાઈલ સેવા ન હોવાથી પરિવાર સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}