પાકિસ્તાનમાં હિન્દુઓ લગ્નના સંબંધિત બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

World

પાકિસ્તાનમાં લઘુમતિ હિન્દુઓના લગ્નના નિયમન સંબંધિત બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે જેથી તે હવે કાયદો બની ગયો છે.

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ પાકિસ્તાનના હિન્દુઓના લગ્નના નિયમન માટે એક વિશેષ પર્સનલ કારયો બનાવાયો છે.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે વડાપ્રધાન નવાઝ શરીફની સલાહ પર પાકિસ્તાનના ઈસ્લામી ગણરાજ્યએ હિન્દુ વિવાહ વિધેયક 2017ને મંજૂરી આપી છે.

આ કાયદાનો ઉદેશ્ય હિન્દુ પરિવારોના કાયદાકીય અધિકારો અને હિતોની રક્ષા કરતા લગ્ન, પરિવાર, માતાઓ અને બાળકોના સંરક્ષણનો છે.

વડાપ્રધાન શરીફે કહ્યું છે કે તે પણ એટલા જ દેશ ભક્ત છે. જેટલા અન્ય છે અને તેઓને સમાન રક્ષણ આપવુ સરકારની જવાબદારી છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}