feed-image

Top Stories

Grid List

અનામત વિશે સંઘના મનમોહન વૈદ્યના નિવેદનનો ઓબીસી અને એસસી, એસટી દ્વારા વિરોધ કરવામાં આવા રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ સિવીલ હોસ્પિટલ ચોકમાં દલિતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે સુરક્ષાની બાબતને ધ્યાને લેતા કચ્છની સરહદ પર એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.

સુરતમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ વધુ એક વ્યકિતનું મોત થયુ છે. ડોકટરને આશંકા છે કે આ વ્યકિતનું મોત ઝેરી દારૂ પીધા બાદ થયું હોય શકે છે.

વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે 2-1થી વન ડે સિરીઝ જીતી પોતાની કપ્તાનની ઇનિંગ્સની સફળ શરૂઆત કરી છે ત્યારે અચાનક કપ્તાની છોડનાર મહેન્દ્ર સિંહ ધોની કોહલીની કપ્તાનીથી ઘણો પ્રભાવિત થયો છે. ધોનીએ ઇંગ્લેન્ડ સામે ભારતના શ્રેણી વિજય બાદ ખુશીમાં કોહલીને એક ખાસ ભેટ પણ આપી હતી.

ભારતીય ટેનિસ દિગ્ગજ લિએન્ડર પેસ અને સ્વિસ ખેલાડી માર્ટિના હિંગિસની જોડી ઓસ્ટ્રેલિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.

ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ સામે હેગલે ઓવલ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે સોમવારે બાંગ્લાદેશને નવ વિકેટથી હાર આપીહતી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે બે ટેસ્ટ મેચની સિરીઝ 2-0થી પોતાના નામે કરી હતી.

સમાજવાદી પક્ષના નેતા નરેશ અગ્રવાલે ભાજપમાં સામેલ થવાની વાતને ખોટી ગણાવી છે અને આવી ખોટી માહિતી આપવાના વિરોધમાં તેઓ માનહાનીનો કેસ કરશે તેવી પણ ચીમકી આપી છે. નરેશ અગ્રવાલે કહ્યું છે કે, તેઓ અખિલેશની સાથે જ છે અને તેમનો ધ્યેય યુપીમાં ભાજપને ખતમ કરવાનો છે. અગ્રવાલનું આ પ્રકારનું નિવેદન ન્યૂઝ એજન્સીની ખબર બાદ સામે આવ્યું.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના ઢોલ વાગી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યાં છે. તેવામાં જેમની ટિકિટ કપાઈ રહી છે કે જેમને અન્ય સ્થળની ટિકિટ આપવામાં આવી રહી છે તેવા નેતાઓ નારાજ થઈ ગયા છે.

જેએનયૂના વિદ્યાર્થી નજીબ અહેમદના અપહરણની વાત કરી પૈસાની માગ કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 19 વર્ષનો આ આરોપી બીએ સેકન્ડ યરનો વિદ્યાર્થી છે. આ પહેલાં આરોપી એક મર્ડર કેસમાં પણ જેલ જઈ ચુક્યો છે.

{loadposition tab-1}
{loadposition tab-2}

Grid List

ઓસ્ટ્રેલિયાએ રવિવારે પોતાના તમામ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર સુરક્ષાની સમીક્ષા કરવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ વર્ષ 2020 સુધી એક એવી ટેકનોલોજી વિશે પણ જણાવ્યું છે જેમાં મુસાફરોએ પોતાની ઓળખ માટે પાસપોર્ટની જરૂરત નહીં પડે.